અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો છે. શહેરના મણિનગર,સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.નીચાણવાણા્ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી ચોમેર પાણી ભરાઇ ગયું છે. સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો, બાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના મણિનગર,સહિત પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં મૂુશળધાર વરસાદ પડ્યો હતો.. શહેરના એસજી હાઇવે પર પવન સાથે વરસાદ વરસ્યો હતો,આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો છે.

શહેરના સામાન્ય વરસાદમાં જ શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળતા વધુ એક વખત કોર્પોરેશનની પ્રીમોનસુન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદના પુર્વમા સાંજના સુમારે આવેલ 45 મિનિટમાં વરસાદમા જ હાટકેશ્વર બેટમા ફેરવાયું છે. હાટકેશ્વરથી સીટીએમ માર્ગ પર પાણી ભરાયા છે. ત્યાં જ અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે જ ખોખરાના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
