ઘોર કળયુગ/ પાવીજેતપુરના સમડી ગામમાં પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર

સમડી ગામમાં રહેતા ગોપીચંદ રાઠવા ઉ.વ ૨૭ જંગલમાં બકરા ચરાવવા ગયો હતો. બકરા વાલ્વાજેવી સામાન્ય બાબત માં માતા ઉપર ગુસ્સે ભરાઈ માતાને કુહાડાના ઘા ઝીંકી દીધા હતા.

Top Stories Gujarat Others

પાવીજેતપુર તાલુકાના સમડી ગામમાં સગા પુત્રએ જનેતા માતાને કુહાડીની મુદર મારી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમડી ગામમાં રહેતા ગોપીચંદ રાઠવા ઉ.વ ૨૭ જંગલમાં બકરા ચરાવવા ગયો હતો સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગોપીચંદ બકરા લઈને ઘરે આવ્યો હતો ત્યારે બકરા વાડામાં ઘુસી ન જાય તે માટે બકરા વાળવા પોતાની માતા કવિતાબેન ને બુમો પાડતા માતા કવિતાબેન જલ્દી બકરા વાળવા ન જતા ગુસ્સે ભરાયેલા ગોપીચંદ રાઠવા એ હાથમાં રાખેલી કુહાડીથી પોતાની જનેતા માતા ઉપર હુમલો કર્યો હતો.

અને જોતજોતામાં માતા કવિતાબેનને કમરના ભાગે કુહાડીની મુદર ઝીકી દેતા કવિતાબેન જમીન ઉપર પડી જઈ બેભાન થઈ જતા ગોપીચંદ ભાગી છટયો હતો.કવિતાબેન ને સારવાર અર્થે લઈ જાય તે પહેલાં કવિતાબેન નું મૃત્યુ થયું હતું.

આ બનાવને લઈને કવિતાબેન ના પતિ રમણભાઈ રાઠવાએ કદવાલ પોલીસ ને જાણ કરતાં કદવાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક કવિતાબેન ના મૃતદેહને પાવીજેતપુર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પિતા રમણભાઈ રાઠવાએ પુત્ર ગોપીચંદ રાઠવા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. કદવાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ/ હેરિટેજ ઇમારતોના સમારકામ માટે કરોડોના ખર્ચનું કૌભાંડ?