ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 10 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.10 લોકોના મોત થયા છે. મરનારાઓ અલગ અલગ ગામના છે.
ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોતનો કેસમાં એટીએસના DIG દિપેન ભદ્રન અને એસપી સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દારૂ પીધા બાદ 10 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા છે,મૃતકોની યાદી
રોજિદ ગામના મૃતક
વશરામભાઇ પરમાર
ઘનશ્યામભાઇ વેરશી ભાઇ
આકરુ ગામ
કિશન ભાઇ ચાવડા
ભાવેશ ભાઇ ચાવડા(સગાભાઇ)
પ્રવિણ ભાઇ કુંવારિયા
અણીયારી ગામના મૃતક
બળદેવભાઇ મકવાણા
હિંમતભાઇ વડદરિયા
રમેશ ભાઇ વડદરિયા(સગાભાઇ)
ચંદરવા ગામ
અરવિંદ ભાઇ સીતાપરા
ઇર્શાદભાઇ કુરેશી
ઉલ્લેખનીય છે ગુજરાત સરકાર હરકતમાં આવી છે અને પોલીસ ફોર્સ ઉતારી દીધી છે. હાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સમગ્ર ઘટનાનું અપડેટ લઇ કહ્યા છે.
