લઠ્ઠાકાંડ/ બોટાદમાં દારૂ બનાવવામાં મિથનોલનો ઉપયોગ! લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 24ના મોત

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 24 લોકોનાં મોત થયા છે અને અન્યની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે.

Top Stories Gujarat

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 24 લોકોનાં મોત થયા છે અને અન્યની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર  આ લઠ્ઠાકાંડમાં મિથેનોલ વપરાયું હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારની ધરપકડ કરવામાં આવી   છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની એક ફેક્ટરીમાંથી મિથેનોલ લાવવામાં આવ્યો હતો. ત્યારે બરવાળા તાલુકાના ચોકડી ગામે દારૂ બનાવવામાં આવ્યો હતો. ચોકડી ગામના પીન્ટુ ગોરવા નામના બુટલેગર દ્વારા દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારે લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર પીન્ટુ ગોરવા ઝડપાઈ ગયો છે

મિથનોલ હાનિકાર છે

મિથનોલ પદાર્થએ ખુબ હાનિકાર હોય છે, આ દેશી દારૂ બનાવવામાં પણ બુટલેગરો ઉપયોગ કરતા હોય છે. પરતું તેની માત્ર 30 મિલીથી વધુ થઇ જાય તો શારીરિક ખોડખાપણની શક્યતા હોય છે પરતું આ માત્રા 30 મિલી ગ્રામથી વધી જાય તો તેનાથી મૃત્યુ થઇ શકે છે. આ પદાર્થનો ઉપયોગ સ્પેશિયલ દેશી દારૂ બનાવવા માટે કરવામાં આવે છે. જો મિથાઇલ આલ્કોહોલની માત્રા ખૂબ વધી જાય તો વ્યક્તિને બચાવવાનું લગભગ અશક્ય છે