ગુજરાત/ રાજકોટમાં જેલમાં મળ્યા મંકીપોક્સના શંકાસ્પદ બે દર્દી, 6 કેદીઓ હજુ પણ છે બીમાર

રાજકોટ જેલમાં બે શંકાસ્પદ મંકીપોક્સ કેસ આવ્યા હોવાની આશંકા છે. આ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

Gujarat Rajkot
મંકીપોક્સ

ભારતમાં મંકીપોક્સના કેસ હવે ધીમે ધીમે વધી રહ્યા છે. કેરળ અને દિલ્હી બાદ હવે ગુજરાતમાં આ વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે. રાજ્યના રાજકોટ જીલ્લામાં શંકાસ્પદ મંકીપોક્સ ના બે દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જણાવીએ કે જેલમાં રહેલા બે કેદીને મંકીપોક્સની આશંકા છે. હાલ આ બન્ને કેદીઓને આઇસોલેસન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં કેહવામાં આવી રહ્યું છે કે, જેલમાં 6 જેટલા કેદીઓ બીમાર છે. હાલ બે કેદીઓના 2ના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ બે દિવસ બાદ આવશે.

મંકીપોક્સના લક્ષણો ફ્લૂના રોગ જેવા

મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો?

યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.

કયા દેશમાં મંકીપોક્સના કેસ છે?

આફ્રિકાના દેશમાં હજારોની સંખ્યામાં કેસ અવવતા હોય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ, યુકેમાં મંકીપોક્સના કેસ છે. હજુ કયા કયા દેશમાં ફેલાશે તેની રાહ જોવી પડશે. જોકે, હજુ સુધી ભારત દેશમાં કોઈ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો:લઠ્ઠાકાંડના 12 દર્દીઓની હાલત વધુ ગંભીર થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

આ પણ વાંચો:બોટાદના રોજિદ ગામે ઝેરી દારૂ પીતા 10 લોકોનાં મોત,અનેક લોકોની હાલત ગંભીર

આ પણ વાંચો:બોટાદમાં લઠ્ઠાકાંડથી અત્યાર સુધી 18 લોકોના મોત!