લઠ્ઠાકાંડ/ બોટાદમાં લઠ્ઠાકાંડથી અત્યાર સુધી 18 લોકોના મોત!

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે

Top Stories Gujarat

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 18 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.18 લોકોના મોત થયા છે. મરનારાઓ અલગ અલગ ગામના છે.ઝેરી દારૂ પી જવાથી બરવાળાના રોજીદ ગામે 18 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે.

ઝેરી દારૂ પીવાથી 18 લોકોના મોતનો કેસમાં એટીએસના DIG દિપેન ભદ્રન અને એસપી સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 18 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દારૂ પીધા બાદ 18 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે