રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુધ્ધ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ગંભીર આક્ષેપ કર્યા હતા. હલદરવાસના પૂર્વ સરપંચના આક્ષેપ મુજબ અર્જુનસિંહ ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તેમણે ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર જઈને અરજી આપી હતી.આ મામલે મોટો ખુલાસો થયો છે,ફરિયાદીની પત્નીએ આ મામલે એસપી સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે કોઇ દુષ્કર્મ મારા પર થયુ નથી,આ વાત તદન ખોટી અને પાયાવિહોણી છે. ફરિયાદીની પત્નીએ તમામ આરોપો ફગાવી દીધી છે.આ મામલે કેબિનેટ મંત્રી અર્જુન સિંહને ફસાવવાનો અને રાજકીય કારર્કિદીને દાગ લગાવવાનો ષડયંત્ર આમ આદમી પાર્ટીનાર દ્વારા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે ખેડા એસપીએ જણાવ્યું હતું કે ફરિયાદીના પત્નીએ તમામ આરોપ ફગાવી દીધા છે, તેમણે પોતાના નિવેદન મામલે તમામ ખુલાસો કર્યા હતા, ફરિયાદીએ પણ કહ્યું છે કે તેમને દારૂ પીવાના આદત છે અને તે માનસિક અસ્વસ્થ છે અને શંકાશીલ સ્વાભાવ છે અને નાની નાની વાતમાં ઉગ્રતા ધારણ કરે છે. આ મામલે કેબિનેટ મંત્રી તેઓ માનહાનિ દાવો કરી શકે છે અને ખોટી ફરિયાદ મામલે પણ તે ફરિયાદ કરી શકે છે. આ ષડયંત્ર ફરિયાદીના બે મિત્રો કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. બાબુભાઇ ગઢવી અને બીજાએક મિત્ર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, અને ફરિયાદીને કહ્યું કે તમને આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવીને તમને વિજ્ય બનાવડાવીશું કહીને આ ષડયંત્ર રચ્યું હતું.
કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૈાહાણે મંતવ્ય ન્યુઝ વેબ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી રાજકીય કારર્કિદી ખતમ કરવાનો અને મારી પ્રતિષ્ઠા પર દાગ પહોચાડવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીએ કર્યું છે.હલધરલાસના આમ આદમી પાર્ટીના આગેવાનોએ આ તરકટ રચીને મારા વિરૂદ્વ આ કાવતરૂ ઘડ્યું હતું, આ મામલે હું કાલે સત્તાવાર નિર્ણય લઇશ કે મારે માનહાનિનો દાવો કરવો કે નહિ અને અન્ય ખુલાસાઓ પણ કરીશ.
