- અદાણી CNGના ભાવ વઘારો
- CNGના ભાવમાં 2 રૂ.નો વધારો ઝીંકાયો
- CNGના પ્રતિ કિ.લો 2 રૂ.ના વધારા
- પ્રતિ કિ.લો CNG પહોચ્યો 85.89 રૂ.
- રીક્ષા ચાલકોને પડ્યાં પર પાટા જેવી સ્થિતિ
- રીક્ષા ચાલકોની મીનીમમ ભાડું વધારવાની માગ
- CNGનો જૂનો ભાવ 83.90 રૂપિયા
દેશમાં મોઘવારીએ માઝા મુકી છે, સામાન્ય અને મધ્યમવર્ગના લોકો મોંઘવારીની માર સહન કરી રહ્યા છે, ત્યારે ફી એકવાર અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. બે રૂપિયાના વધારા સાથે હવે સીએનજીનો નવો ભાવ 85.89 થયો છે. આ સીએનજી વધારો થતા સીધી અસર સામાન્ય અને મધ્યમવર્ગને થશે. રિક્ષા ડ્રાઇવરોને આની પહેલી અસર વર્તાશે. હવે રિક્ષા ડ્રાઇવરો મિનીમમ ભાડું વધરાવાની માંગ કરી રહ્યા છે,આ સાથે PNGના ભાવમાં પણ કર્યો છે વધારો. PNGની કિંમત 1514 રૂપિયા પ્રતિ mmBtu થી વધારીને 1542 રૂપિયા પ્રતિ mmBtu કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ભાવ વધારાના સાથે સામાન્ય પ્રજા પર તેની અસર જોવા મળશે, અદાણીએ સીએનજીનો ભાવ પહેલા 83.90 રૂપિયા હતો હવે 2 વધારો થતાં નવા ભાવ 85.90 થયો છે. છેલ્લા ઘણા સમયથી અદાણી મનફાવે તેમ સીએનજીના ભાવમાં વધારો કરી રહી છે. અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં CNGની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. જે બાદ તેની કિંમત વધીને 85.89 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા 11 મહિનામાં શહેરમાં CNGના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સાથે, કંપનીએ ઘરોમાં સપ્લાય કરવામાં આવતી PNGની કિંમત 1514 રૂપિયા પ્રતિ mmBtu થી વધારીને 1542 રૂપિયા પ્રતિ mmBtu કરી દીધી છે. એક MMBTU માં લગભગ 30 SCM હોય છે.
