ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596 માં શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાવળે નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતુ થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. આથી શ્રાવણ સુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે. આજે જામનગરને 482 વર્ષ પૂર્ણ થઈ 483મો સ્થાપના દિવસ છે. આવો જામનગરના ઈતિહાસ પર નજર કરીએ.
![]()
શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવળે વવાણીયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતુ, તેનો વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્યું. ત્યાથી જામરાવળે આગેકુચ કરી અને ખીલોશ ઉપર વિજય મેળવ્યો. જામ રાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા, તેમ તેમ તેમનુ સામ્રાજય વિસ્તરતુ ગયુ હતુ. જામરાવળે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જુના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાવ દુર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતુ થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ માટે અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતુ. અને બાદ રાજા અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયમાં જામનગરને સ્થાન આપ્યુ. જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે. જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટીકાશી, સોરાષ્ટ્રનું પેરિસ, બ્રાસ સીટી નામથી ઓળખાય છે.

જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ સહીત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યુ છે. આ સાથે જ જામનગર જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાં વિશ્વમાં માત્ર ત્રણ જ એવા મંદિરો છે કે જેમા ચારેય દિશાએથી શિવજીના દર્શન થાય, જેમાનું એક જામનગરમાં કાશી વિશ્વનાથનું મંદિર છે. અને તે થકી જ જામનગરની છોટા કાશીનું બિરુદ પ્રાપ્ત થયું છે. જ્યારે વિશ્વ વિખ્યાત બાલા હનુમાનનું મંદિર પણ જામનગરની મધ્યમાં આવેલું છે. છેલ્લા કેટલાય વર્ષોથી અંહી અખંડ રામધુમ અહીં બોલાય છે.. ભૂકંપ આવે કે કોરોના કાળ આ તમામ સમયે પણ અહીં અખંડ રામધૂન બંધ ન હતી થઈ.. કોઈપણ આપત્તીજનક સમયે પણ બાલા હનુમાન મંદિર માં અખંડ રામધૂન બોલાઈ છે.
World/ મુસ્લિમ ઉગ્રવાદીઓ વિશ્વ માટે મોટો ખતરો બન્યો, બ્રિટનમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી છે
