Gandhinagar News/ ગુજરાતની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની 30 એકર જમીન પરત આપવાનો વિવાદ, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર સંકટ?

દેશની પ્રથમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે (Childrens University) ગિફ્ટ સિટીની નજીક ફાળવેલી 30 એકર જમીન પર પરત આપવા પ્રસ્તાવ સામે વિવાદ ઊભો થયો છે.

Top Stories Gujarat Breaking News
Childrens University

Gandhinagar News: દેશની પ્રથમ અને એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (Childrens University), જેની સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે કરી હતી, તેની ભવિષ્યને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ગિફ્ટ સિટીની નજીક આવેલી 30 એકર સરકારી જમીન, જે યુનિવર્સિટીને મફતમાં ફાળવવામાં આવી હતી, તેને પરત આપવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. ઓક્ટોબર 2025માં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે લખેલા પત્રથી આ મામલો ગરમાયો છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની (Childrens University) જમીન પર કોની નજર?

 Childrens University

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના 2009માં ગુજરાતમાં (Gujarat) થઈ હતી, જે બાળકોના સર્વાંગી વિકાસ અને સમાજને સંસ્કારી નાગરિકો આપવાના હેતુથી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) જાહેરમાં કહ્યું હતું કે, “સમય જતાં પરિવારોનું કદ નાનું થઈ રહ્યું છે અને વ્યસ્ત જીવનશૈલીને કારણે માતા-પિતાને બાળકોના ઉછેર માટે પૂરો સમય નથી મળતો. આવી સ્થિતિમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (Childrens University)જેવી સંસ્થા જરૂરી છે.”ફેબ્રુઆરી 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટે ગિફ્ટ સિટીથી માત્ર 200 મીટર દૂર શાહપુર વિસ્તારમાં સર્વે નં. 364, 366 અને 368ની 30 એકર જમીન યુનિવર્સિટીને (Childrens University) મફતમાં ફાળવવાનો નિર્ણય લીધો હતો.

 Childrens University

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ વિચાર PM નરેન્દ્ર મોદીનો છે.છેલ્લા પાંચ વર્ષમાં સરકારે (Government) બાંધકામ માટે તબક્કાવાર 40 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જ્યારે યુનિવર્સિટીએ વેરા પેટે 14 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.ઓક્ટોબર 2025માં રજિસ્ટ્રાર નિલેશ પંડ્યાએ ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખીને જમીન પરત આપવા સૂચના મળી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કોની સૂચના છે તે સ્પષ્ટ નથી કરાયું. શિક્ષણ વિભાગમાં આ પ્રસ્તાવને શંકાસ્પદ માનવામાં આવે છે અને તપાસ કરીને રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયમાં રજૂ કરવાના આદેશની ચર્ચા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં છે એવી યુનિવર્સિટી જ્યાં યુવાનો સાથે ભણે છે “ભૂલકાઓ”

આ પણ વાંચો:ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર

આ પણ વાંચો:રાજ્યમાં પ્રથમવાર એથ્લેટિક્સ મીટનું આયોજન, 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા યોજાશે