ગુજરાતમાં ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના SP વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદના SP કરણરાજ વાધેલાની બદલી થતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાયેલો છે. લાંછનરૂપ લઠ્ઠાકાંડને પગલે IPS લોબીમાં આ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની ચર્ચા કે અફવા ચાલી હતી. જેને પગલે આંતરિક હોબાળો મચ્યો હતો. જોકે બાદમાં ધીના ઠામમાં ધી પડી રહ્યું હતું, આગાઉ 2019માં લઠ્ઠાકાંડમાં SP અને રેંજ IGની બદલી થઇ હતી.
હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઇન્ચાર્જ તરીકે એન.ડી.ચોહાણ અને બોટાદના એમ.બિ.વ્યાસ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. આ બન્ને ખાલી જગ્યાઓ પર કોને ગોઠવવામાં આવશે તે અંગે પણ રહસ્ય ફેલાયેલું છે.આમ ચૂંટણીને ધ્યાનમાં લઈને આચારસંહિતા પહેલા અમદાવાદ સહિત ગુજરાત પોલીસમાં વ્યાપક પ્રમાણમાં બદલી, પ્રમોશનના આંચકા જોવા અને જાણવા મળશે.
બીજી તરફ છેલ્લા સાતેક વર્ષથી પોલીસ વિભાગમાં લોકરક્ષકથી લઈને ASI કક્ષાના પોલીસકર્મીઓની જનરલ બદલીઓ થઇ નથી. એવા કેટલાક પોલીસ કર્મચારીઓ તેમના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે એક ઠેકાણે ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ જેને અન્ય ઠેકાણે જવું છે ટે પોતાની રીતે યેનકેન પ્રકારે રસ્તો કરી લે છે.
બીજી તરફ આચારસંહિતા પહેલા IPS અધિકારીઓની બદલીઓ પણ થવાની છે અને આ બદલીઓનું લિસ્ટ પણ તૈયાર હોવાની ચર્ચા છે. ગુજરાત પોલીસમાં દોઢસો જેટલા IPS અધિકારીઓ છે. જેમાંથી 50થી વધુ IPS અધિકારીઓની બદલી જે તે ઠેકાણે થશે.આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ક્યાં IPS અધિકારીને ક્યાં ગોઠવવા તેના સોગઠા રચાઈ ચુક્યા છે.
DYSP કક્ષાના પ્રમોશન તો આઠેક મહિના પહેલા થવાના હતા. પરંતુ કોઈ કારણસર આ પ્રમોશનો અટકેલા છે. આચારસંહિતા પહેલા તેનો પણ નિકાલ આવી જશે, એવું સુત્રોનું કહેવું છે.
આ પણ વાંચો:વેજલપુરમાં મહિલાની હત્યાનો પર્દાફાશ, જાણો કોના ઈશારે મોતને ઘાટ ઉતારવામાં આવી….
આ પણ વાંચો: ડોક્ટરોની હડતાલ, લોહીથી મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કરી આવી માંગણી
આ પણ વાંચો:રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ
