દિલ્હી/ કેજરીવાલ સરકાર મુશ્કેલીમાં! CBIએ 1000 બસોની ખરીદી અને જાળવણી કૌભાંડમાં FIR નોંધી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી સરકાર દ્વારા 1000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ નોંધી છે

Top Stories India

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી સરકાર દ્વારા 1000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ નોંધી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંદર્ભ પર તપાસ નોંધવામાં આવી છે.

દિલ્હી સરકારે બસ ખરીદીમાં ભ્રષ્ટાચારના “આરોપો” ને નકારી કાઢ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર CBIનો ઉપયોગ કરીને તેને “પરેશાન” કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) દ્વારા બસોની ખરીદીના વાર્ષિક જાળવણી કરાર (AMC)માં “ભ્રષ્ટાચાર”નો મુદ્દો આ વર્ષે માર્ચમાં દિલ્હી વિધાનસભામાં ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

જૂનમાં, ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ AMCમાં પ્રક્રિયાગત “ક્ષતિઓ” શોધી કાઢી હતી અને તેને સુધારવાની ભલામણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઉપરાજ્યપાલે આ મામલાને ગૃહ મંત્રાલયને વિચારણા માટે મોકલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ એ ફરિયાદમાંના આરોપોને જાણવા માટેનું પ્રથમ પગલું છે કે શું તેઓ પ્રાથમિક દૃષ્ટિએ એફઆઈઆરને પાત્ર ગુનો દર્શાવે છે.