ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો લીધો ઉધડો/ પહેલા મંત્રીના ખાતા ઉપર સપાટો અને હવે અધિકારીઓ સામે લાલઆંખ

આજે કેબીનેટની બેઠક મળી હતી. આજની કેબીનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

Top Stories Gujarat Others
અધિકારીઓ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબીનેટ મા અધિકારીઓનો લીધો ઉધડો
  • તુટેલા રસ્તાઓ અને રખડતા ઢોર મુદ્દે લીધો ઉધડો
  • તૂટેલા રસ્તાઓના ખાડા તાત્કાલિક પૂરવા આપી સૂચના
  • વરસાદ બંધ થયા બાદ રોડ ના નવા કામો શરૂ કરાશે
  • રખડતાં ઢોર ને પણ હટાવવા કડક હાથે કામ લેવા સૂચના આપી
  • રાજયના મોટા ભાગના વિસ્તારો આ સમસ્યાથી ત્રસ્ત છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ અને બહુ બોલકણાં મંત્રી પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગ છીનવાઈ ગયા બાદ આજે કેબીનેટની બેઠક મળી હતી. આજની કેબીનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો. વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાઓ અને રખડતા ઢોર મુદ્દે અધિકારીઓ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લાલઆંખ કરી છે. જણાવીએ કે આ પહેલાની કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ રખડતા ઢોર અને રસ્તા મામલે અધિકારીઓને કામ કરવાની સૂચના આપી હતી. વરસાદને કારણે રસ્તાની કામગીરી નથી થઈ તો રખડતા ઢોર પર નિયંત્રણ લાદવા છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરતા મુખ્યમંત્રી અધિકારીઓ પર રોષે ભરાયા હતા.

આ પણ વાંચો:વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની કરાઈ ધરપકડ, કરજણ પોલીસ વિરૂદ્ધ દારૂના વેચાણનો આક્ષેપ

આ પણ વાંચો:રેફરલ હોસ્પિટલમાં પાણી ભરતા 500 થી વધુ દર્દીઓ પરેશાન, જાણો શું કહ્યું દર્દીના સગાઓએ

આ પણ વાંચો:આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતી દાંતા વિધાનસભા બેઠકનું સમીકરણ