DECISION/ હવે રસ્તા પર નહીં જોવા મળે રખડતા ઢોર ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય..જાણો

રખડતા પશુઓના મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે 10 કરોડના પેકેજની જાહેરાત કરી છે, ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે ​​કેબિનેટની બેઠક બાદ આ માહિતી આપી હતી

Top Stories Gujarat

રખડતા પશુઓના મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે 10 કરોડના પેકેજની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે ​​કેબિનેટની બેઠક બાદ આ માહિતી આપી હતી. વાઘાણીએ કહ્યું કે કેબિનેટ રાજ્યમાં રખડતા પ્રાણીઓને બચાવવા માટે રૂ. 10 કરોડ ખર્ચવા સંમત થયા છે.

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા વાઘાણીના જણાવ્યા અનુસાર, “ચોમાસામાં રખડતા પશુઓની સમસ્યાને પહોંચી વળવા મંત્રી પરિષદે પશુઆશ્રય બનાવવાનું નક્કી કર્યું છે. રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં જે ઢોર રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે, તેમને ઢોર માલિકો કેટલ શેલ્ટરમાં રાખી શકશે. આ સેવા વિનામૂલ્યે આપવામાં આવશે અને પશુઓના પરિવહનનો ખર્ચ પણ સરકાર ભોગવશે.

રાજ્ય સરકાર વ્યવસ્થા પૂરી પાડશે, તાત્કાલિક ધોરણે ઢોર વાડા બનાવશે. ઢોર માલિક કે પ્રજાને કોઈ તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવશે. ઢોર સામાન્ય રીતે વરસાદમાં બહાર ખુલ્લામાં બેસતા હોય છે. જ્યારે જે પણ વિષય સરકાર સામે આવશે એમાં રસ્તો કાઢવામાં આવશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્યમાં દિવ્યાંગ માટે ગુજરાત બહાર એસ ટી બસમાં મફત મુસાફરી કરાવવામાં આવશે. જીએસઆરટીસી ના છેલ્લા સ્ટેશન સુધી 167 જેટલી બસો જાય છે. 3.18 લાખ જેટલા પાસ ધારક માટે 2.50 કરોડનો ખર્ચ થશે. ઉપરાંત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા 1000 નવી બસો તૈયાર કરવામાં આવશે. ૧૫૧ બસોનું લોકાપર્ણ અને 3 નવી lng બસ લોકાપર્ણ કરવામાં આવશે.

વરસાદમાં તૂટેલા રોડ રસ્તા મુદ્દે તેમણ જણાવ્યું કે મુખ્ય મંત્રી દ્વારા સચિવો અને મુખ્ય સચિવને બનાવવામા માટેની સૂચના આપી છે. રાજ્યના, જિલ્લાના, શહેરના નેશનલ રોડ માટે સંકલન કરીને કામ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમણ ઉમેર્યું કે પ્રભારી મંત્રીઓને કામોનું મૂલ્યાંકન કરી સંકલન કરી તેઓને તાકીદ કરી છે કે જનતાને વધારાની સુખ સગવડતા મળે એ માટે સૂચના આપી છે.