સેવા/ આ શહેરના યુવાનો ગાય સહિત મૂંગા પ્રાણીઓને નિયમિત ઘાસચારો ખવડાવે છે

શહેરના આ યુવકોએ ગાય સહિતના મૂંગા પ્રાણીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવી રહ્યા છે. હાઇકોર્ટના આકરા  આદેશ પહેલા આ  યુવકો ગાય સહિતના પ્રાણીઓને ઘાસચારો ખવડાવી રહ્યા છે. 

Gujarat

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે આદેશ આપતા રાજ્યના અનેક જિલ્લાઓમાં મહાનગર પાલિકા સહિત નગરપાલિકા દોડતી થઇ ગઇ અને જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધનો આદેશ આપી દેવામાં આવ્યો છે.જેના લીધે જે ઘણા બધા શહેરમાં ઘાસચારાની તંગી ઉભી થઇ હતી,મહેમદાવાદ શહેરના આ યુવકોએ ગાય સહિતના મૂંગા પ્રાણીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવી રહ્યા છે. હાઇકોર્ટના આકરા  આદેશ પહેલા આ  યુવકો ગાય સહિતના પ્રાણીઓને ઘાસચારો ખવડાવી રહ્યા છે.

નોંધનીય છે કે મહેમદાવાદના આ ય ગ્રુપમાં જાવેદ બાબર,જુનેદ મલેક,રાજુભાઈ, મેક્સી  સહિતના યુવાનો કાર્યરત છે.   મહેમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જેવા કે વિરોલ દરવાજા,ખાત્રેજ દરવાજા,નડીયાદ દરવાજા પાસે કે જે ગાયો  સહિત મૂંગા પ્રાણીઓ જે પડતર જમીનમાં ઉભા રહે છે ત્યાં જઇને ઘાસચારો ખવડાવી રહ્યા છે. આ મુસ્લિમ યુવકો સવારે નિત્યક્રમ મુજબ ઘાચચારો ખવડાવવા જાય છે .આ મુસ્લિમ યુવકોના ગ્રુપનું કહેવું છે  ગાય સહિતના મૂંગા પ્રાણીઓ ગંદકીના ઢગમાંથી પ્લાસ્ટિક સહિતની ગંદકી ખાય છે જેના લીધે અમે નિર્ણય લીધો કે નિયમિત પણે ઘાસચારાની વ્યવસ્થા આ પ્રાણીઓ માટે કરાવી આપવાની. અમે આ કાર્ય તેઓ છેલ્લા દોઢ મહિનાથી કરી રહ્યા છે અને કરતા રહેશે. આ યુવકો ઘણી બધી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે, જેમાં મેડિકલ કેમ્પ સહિત બ્લડ કેમ્પ અને સમાજના હિત માટેની સેવા કરી રહ્યા છે