- વડોદરામાં બાળક તસ્કરી ગેંગ ઝડપાઇ
- રેલ્વેસ્ટેશન પાસેથી બાળકી સાથે મળ્યું દંપતી
- દંપતી પાસેથી માત્ર 8 દિવસની બાળકી મળી
- રાવપુરા પોલીસની શી ટીમની કાર્યવાહી
- જાગૃત નાગરિકે જાણકારી આપતા મળી સફળતા
- પૂછપરછમાં બાળકીને દિલ્હીથી લાવ્યાની કબુલાત
- દંપતીએ બાળકી દત્તક લેવાનું પોલીસને જણાવ્યું
- બાળકીને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાઈ
રાજયમાં બાળકોની તસ્કરી કરતી ગેંગ સક્રિય છે અને તેના અવારનવાર પુરાવા પણ સામે આવે છે. તો વડોદરા પોલીસે બાળકોની તસ્કરી કરતાં દંપતીને ઝડપી પાડી બાળકીને કબ્જે લીધી છે. અને દંપતીની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે. વડોદરા પોલીસને એક જાગૃત નાગરિકે પોલીસને માહિતી આપી હતી કે રેલ્વે સ્ટેશન પાસે એક એક શંકાસ્પદ દંપતી બાળક સાથે ઊભું છે. અને તેઓ આ બાળક અન્ય કોઈને આપવાના છે. માહિતીના આધારે વડોદરા પોલીસે વોચ ગોઠવી અને દંપતીને ઝડપી પાડ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનું દંપતી દિલ્હીથી બાળકીને લાવ્યું. આ બાળકીનું ઉમર માત્ર 8 દિવસની હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા LCB અને રાવપુરા શી ટીમ તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098ના સ્ટાફ સાથે રાખી અભિયાન હાથ ધાર્યું હતું. જેમાં સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. બંને વડોદરાના તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં આ દંપતીએ પોલીસને જણાવ્યુ હતું કે તેઓ આ બાળકીને દિલ્હીથી લાવ્યા છે. સેન્ટ્રલ દિલ્હીના કરોલબાગ સ્થિત બાપાનગરમાં રહેતી પૂજા હરીશંકર તથા દીપક કુમાર શીવચરન આ બાળકીના ખરા માતા પિતા છે. અને અમે આ બાળકી દત્તક લેવાના છીએ. જો કે તેમની પાસે આ બાળકીના સાચા માતપિતાના કે પાકી દત્તક લેવાના કોઈ પુરાવા મળી આવ્યા ના હતા. અને પોલીસે તેમની અટકાયત કરી હતી.
બાળકીની ઉમર માત્ર 8 દિવસની છે. અને દંપતીના જણાવ્યા અનુસાર તેઓ તેને દિલ્હીથી લાવ્યા હતા. માટે જ બાળકીને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. અને દંપતીની અટકાયત કરી તેઓ બાળકોની તસ્કરીમાં કેવી રીતે સામેલ છે અને તેઓ અગાઉ પણ આવી રીતે બાળકો લાવ્યા છે કે નહીં. તેમજ કોના સંપર્કથી આ બાળકી તેઓ લાવ્યા વગેરે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
જો કે આ અંગે DCP એ અનાગે જણાવ્યુહતું કે, રવિવારે દિલ્હીથી આવતી એક ટ્રેનમાં આ બાળકીનો સોદો થયો હતો. અને ટ્રેનમાં પ્રવાસી મહિલાએ આ સાંભળ્યુ હતું. અને તેને જ માહિતી આપી હતી કે રેલ્વે સ્ટેશની બહાર દંપતી બાળકને લઈ ઊભા રહેશે ખરીદનાર પણ ત્યાં જ આવશે. અને આ માહિતીના આધારે સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસને શંકા છે કે આ કૌભાંડમાં બીજા પણ અનેક લોકો સામેલ હોય શકે છે. અને આ કેસની તપાસ દિલ્હીમાં પણ કરવામાં આવશે.
