Not Set/ સ્પાના કર્ચમચારીનું છરીની અણીએ અપહરણ, સમગ્ર ઘટના થઇ CCTV માં કેદ

રાજકોટઃ નાના મવા સર્કલ પાસે આવેલા વેર વે સ્પાના કર્મચારીને ચાર શખ્સો ‘અંગત અદાવતમાં છરી વડે હૂમલો કરી અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ‘સ્પા’ નાં માલિક અને પરિવારના લોકો પાસે 5 લાખની ખંડણીની માંગ કરી હતી. અપહરણકારોએ સ્પા કર્મચારીને ઢોર માર્યો હતો જેના લીધે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અપહરણકારોએ પકડાય જવાની બીકે […]

Gujarat

રાજકોટઃ નાના મવા સર્કલ પાસે આવેલા વેર વે સ્પાના કર્મચારીને ચાર શખ્સો ‘અંગત અદાવતમાં છરી વડે હૂમલો કરી અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ‘સ્પા’ નાં માલિક અને પરિવારના લોકો પાસે 5 લાખની ખંડણીની માંગ કરી હતી. અપહરણકારોએ સ્પા કર્મચારીને ઢોર માર્યો હતો જેના લીધે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અપહરણકારોએ પકડાય જવાની બીકે સ્પાના કર્મચારીને છોડી મૂક્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હૉસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો.

અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.