વરસાદની ધબધબાટી/ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદમાં

અમદાવાદમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે. સવારથી ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો છે. શહેરના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા થઇ રહ્યા છે. જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલમાં વરસાદ RTO સર્કલ, ઈન્કમ ટેક્સ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.

આજે બપોર એકાએક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ શહેરના પ્રહેલાદ નગર, વેજલપુર, શિવરંજની, એસ જી હાઈવે પર તેજ પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલ શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ ભારે વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગઇકાલે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે કાળા ડિંબાગ વાદળોનું સામ્રાજ્ય છવાતા અંધારું છવાયું હતું. જે બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે પવન સાથે વરસદની સંભાવના છે. આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો:શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન, 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:અમદાવાદના ડૉ. પંકજ નાગરની 34 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન

આ પણ વાંચો:સહકારી સંમેલનમાં પહોંચ્યા અમિત શાહ, કહ્યું- સરકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે