ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે અમદાવાદમાં કેજરીવાલ રિક્ષા ડ્રાઇવરને માન આપી તેના ત્યાં જમવા જતા પોલીસે અટકાવ્યા હતા જેમાં ભારે માથાકૂટ થઇ હતી, પોલીસ અધિકારી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે સુરક્ષાને લઇને ભારે માથાકૂટ થઇ હતી . પોલીસ અધિકારીએ સુરક્ષાને ધ્યાનમાં લઇને કેજરીવાલને રોકવાનો પ્રયાસ કર્યો હતો,જેમાં કેજરીવાલે મારે સુરક્ષા નથી જોઇતી અને લેખિતમાં આની જાણ પોલીસને કરી હતી. પોલીસે તેમને રિક્ષામાં જતા રોક્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઓટો રિક્ષા સંવાદ કાર્યક્રમમાં એક રિક્ષાચાલકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલે તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને સાથે ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી પણ જમવા આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલ સિંધુભવન રોડ પર આવેલી હોટેલ તાજ સ્કાયલાઇનથી ઘાટલોડિયાના કે.કે. નગરમાં રહેતા ઓટો રિક્ષા ચાલક વિક્રમભાઈ દંતાણીના ઘરે તેમની જ રિક્ષામાં બેસીને જશે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે સવારે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પણ આપે વધુ ગેરંટીની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે આ કાર્યક્રમમાં ગેરંટી આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં સરકાર બનાવી આપો એક માર્ચ બાદ વીજળી ફ્રી કરી દઇશું. આ સાથે મહિલાઓના ખાતામાં દરમહિને એક એક હજાર રૂપિયા આપવાની પણ વાત કરી હતી.
