water level/ નર્મદા ડેમ ઓવરફલો,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પથી વધામણા કર્યા

રાજ્યના ખેડૂતો સહિત લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, એવામાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આજે તેની પૂર્ણ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે

Top Stories Gujarat

ગુજરાતમાં આ સીઝનમાં ચોમાસું ખુબ સારૂં પડ્યો છે, જેના લીધે રાજ્યના ખેડૂતો સહિત લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, એવામાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આજે તેની પૂર્ણ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે. જેને કારણે  આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા માટે આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને આ વર્ષે પ્રથમવાર છલોછલ ભરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નિર્ણય વધામણાં કરવા અને આ ઐતિહાસિક પળને માણવા મુખ્યમંત્રી ડેમ પર પહોંચ્યા છે. સાંસદ ગીતાબેન રાઠવા સહિત ભાજપના આગેવાનો ડેમ પર પહોંચ્યા છે. મુખ્યમંત્રી એક્તાનગર હેલી પેડ થી સીધા નર્મદા ડેમના ટોપ લેવવ એ ફ્રેમ પહોંચ્યા છે. જ્યાં બ્રાહ્મણો દ્વારા પૂજા કરી નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. શ્રીફળ, ચૂંદડી અને પુષ્પ ચઢાવી માતાજીની આરતી કરશે.