ગુજરાતના પ્રવાસે/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ,જાણો વિગત

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Top Stories Gujarat
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
  • અમદાવાદ ખાતે કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
  • ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રીજનુ કરશે લોકાર્પણ
  • સાણંદના વિરોચનનગરની લેશે મુલાકાત
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ
  • ઔડા નિર્મિત સમાજ વાડીનું શાહ કરશે લોકાર્પણ
  • પૌરાણિક મંદિર મેલડી માતાજીના કરશે દર્શન
  • સાણંદમાં ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્ત
  • બાવળા ખાતે ખેડૂતોના સંમેલનમાં આપશે હાજરી
  • જોધપુરમાં સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું કરશે લોકાર્પણ
  • 2,140 EWS આવાસોનું કરશે ખાતમુહૂર્ત
  • શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું કરશે ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે. માત્ર એટલું જ નહીં, અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ,અમદાવાદના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રીજનુ પણ  કરશે લોકાર્પણ.આ સાથે તે મંદિર મેલડી માતાજીના દર્શન પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્ત કરશે. આજે 6 જેટલા કાર્યક્મનો લોકાર્પણ કરશે.