- રાજકોટઃ હર્ષિત જાની પર છરી વડે હુમલો
- સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાયો હુમલો
- વાહન અથડાવા બાબતે બોલાચાલી બાદ હુમલો
- સ્થાનિક પોલીસ-ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
રાજકોટ બ્રહ્મસમાજના યુવા અગ્રણી હર્ષિત જાની ઉપર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત હર્ષિત જાણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ બ્રહ્મસમાજના યુવા અગ્રણી હર્ષિત જાની ઉપર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ સિવિલ કેમ્પસમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હર્ષિત જાની ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાન થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી.
મળી માહિતી અનુસાર રજોતના નાણાવટી ચોક ખાતે વાહન અથડાવવાને લઈ તેમની બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને અંહી જ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઇકો કારમાં આવેલા શખ્સોએ હર્ષિત જાની પર છરી ત્રણ જેટલા છરીના ઘા માર્યા હતા.
