cancer cases/ અધધધ 5000 ટકા માર્જિનઃ કેન્સરની દવાઓમાં ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ

કોઈ ધંધા કે કારોબારમાં નફાનું માર્જિન બહુ-બહુ તો કેટલુ હોય 40થી 50 ટકા કે 80 ટકા કે 100 ટકા. પણ ભારતમાં કેન્સરની દવાઓ વેચીને હોસ્પિટલો અધધધ 5000 ટકા જેટલું જંગી માર્જિન કમાય છે

Top Stories India
  • ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વીસ લાખ જેટલી હોવાનું કહેવાય છે
  • ફિક્કી-અનર્સ્ટ એન્ડ યંગ મુજબ દર્દીઓની વાસ્તવિક સંખ્યા ત્રણ ગણી વધુ હોઈ શકે
  • 1350 રૂપિયાના ઇન્જેક્શનના લગભગ 12 હજાર રૂપિયા વસૂલાય છે

નવી દિલ્‍હી: કોઈ ધંધા કે કારોબારમાં નફાનું માર્જિન બહુ-બહુ તો કેટલુ હોય 40થી 50 ટકા કે 80 ટકા કે 100 ટકા. પણ ભારતમાં કેન્સરની દવાઓ વેચીને હોસ્પિટલો અધધધ 5000 ટકા જેટલું જંગી માર્જિન કમાય છે. આના પરથી જોઈ શકાય કે કેવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને આ વર્ષે નોંધાયેલા દર્દીઓની સંખ્યા વીસ લાખ જેટલી હોવાનું મનાય છે. જો ફિક્કી અને અર્ન્સ્ટ એન્ડ યંગના અહેવાલ મુજબ કેન્સરના દર્દીઓની વાસ્તવિક સંખ્યા ત્રણ ગણી વધારે હોઈ શકે છે.

ખાનગી હોસ્‍પિટલોની વાત કરીએ તો ત્‍યાંના ખર્ચાઓ પરિવારના સભ્‍યોના ધબકારાઓમાં વધારો કરી દે છે. કેન્‍સરની મોંઘી સારવાર પાછળનું એક મુખ્‍ય કારણ દવાઓની અતિશય મોંઘી કિંમત રહેલી છે. એક અહેવાલ પ્રમાણે હોસ્‍પિટલો આ દવાઓ MRP પર વેચીને જંગી માર્જિન કમાઈ રહી છે. આ ગાળો એટલો છે કે તમે સાંભળીને પણ કદાજ ચોંકી જશો. ખાનગી હોસ્‍પિટલો દ્વારા વેચાતી દવાઓ પર ટ્રેડ માર્જિન 2,000 ટકાથી વધુ છે. ઘણા કિસ્‍સાઓમાં તે 5,000 ટકા સુધી પણ છે. તમને જણાવી દઈએ કે આવશ્‍યક દવાઓની યાદીમાં સામેલ દવાઓની કિંમતો સરકાર દ્વારા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર એટલે DPCO દ્વારા નક્કી કરવામાં આવે છે.

ખાનગી હોસ્‍પિટલો જે રીતે દર્દીઓ પાસેથી તોતિંગ ભાવ વસૂલ કરે છે તે જોઈને સમજી શકાય છે કે તેઓ મલાઈદાર લૂંટ ચલાવી રહ્યા છે. એલાયન્‍સ ઓફ ડોક્‍ટર્સ ફોર એથિકલ હેલ્‍થકેરના ડો. જી.એસ. ગ્રેવાલે તાજેતરમાં દવા પર હોસ્‍પિટલો અને રસાયણશાષાીઓને મળતા ટ્રેડ માર્જિન અંગે NPPAના એક રીપોર્ટ સબમિટ કર્યો છે. આ રીપોર્ટમાં બે ડઝન દવાઓની વિગતો આપવામાં આવી છે. આ દવાઓની વાસ્‍તવિક કિંમત અને MRP વચ્‍ચે ઘણો તફાવત છે. ખાનગી હોસ્‍પિટલો દર્દીઓને આ દવાઓ એમઆરપી પર વેચીને તોતિંગ નફો કમાઈ રહી છે.

જે રીપોર્ટ તૈયાર કરવામાં આવ્‍યા છે તે દવાઓની વાસ્‍તવિક કિંમત અને MRPમાં 2,000 ટકા સુધીનો તફાવત દર્શાવે છે. ઉદાહરણ તરીકે હેપેટાઇટિસ સીની સારવારમાં વપરાતી દવા એલ્‍બુમિનનો ખર્ચ હોસ્‍પિટલોમાં 3,900 રૂપિયા છે. પરંતુ આ દવા પર MRP 6,605 લખેલું છે. જેથી હોસ્‍પિટલો આ દવા દર્દીઓને MRP પર જ વેચે છે.

હેપેટાઇટિસ સી માટે અન્‍ય દવાઓ છે જેમાં હોસ્‍પિટલો ભયંકર ટ્રેડ માર્જિન કમાઈ રહી છે. હોસ્‍પિટલને રેટલાન ઈન્‍જેક્‍શન 225 રૂપિયામાં સપ્‍લાય કરવામાં આવે છે અને તેની MRP 2600 રૂપિયા છે. આ ઈન્‍જેક્‍શનનો ઉપયોગ રક્‍તસ્રવને રોકવા માટે થાય છે. MyHep All ટેબ્‍લેટ વિશે વાત કરીએ તો તે હોસ્‍પિટલોમાં 6,800 રૂપિયામાં ઉપલબ્‍ધ છે. હોસ્‍પિટલ આ દવા રૂ. 17,500ની MRP પર વેચે છે. તો બીજી તરફ MyHep ઈન્‍જેક્‍શન હોસ્‍પિટલોમાં 2150 રૂપિયામાં ઉપલબ્‍ધ છે. તેની MRP 12000 રૂપિયા છે. Mydecla જે હોસ્‍પિટલોને ૭૫૦ રૂપિયામાં સપ્‍લાય કરવામાં આવે છે. તેની MRP 5000 રૂપિયા છે.

જોકે હોસ્‍પિટલો અનેક દવાઓ પર 2,000 ટકા નફો કરી રહી છે. NPPAને સબમિટ કરેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્‍યું હતું કે કેન્‍સરમાં ઉપયોગમાં લેવાતા Gemcitabine 1GMને હોસ્‍પિટલો 900 રૂપિયામાં ખરીદે છે અને તેને MRP પ્રમાણે 6,597 રૂપિયામાં વેચે છે. આ ઉપરાંત એન્‍ટી-કેન્સર ઈન્‍જેક્‍શન Paclitax 260mg, જે હોસ્‍પિટલોમાં 1350 રૂપિયામાં ઉપલબ્‍ધ છે. તેની MRP 11946 રૂપિયા છે. એ જ રીતે Oxaliplatin 100 Injection 1090 માં ખરીદાય છે અને 5210 રૂપિયાની MRP માં વેચાય છે. તેવી જ રીતે હોસ્‍પિટલો અન્‍ય ઘણી દવાઓ પર 2,000 ટકા સુધીનો નફો કમાઈ રહી છે.