Morbi/ મોરબી પુલ દુર્ઘટનામાં રાહત કાર્યની સમીક્ષા કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ

મોરબી ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં બચાવ રાહત કાર્ય એન ડી આર એફ ની રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે રાત્રે જ મોરબી પહોંચીને તંત્રનું માર્ગ દર્શન કરી રહ્યા છે. 

Top Stories Gujarat Rajkot

મોરબી ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં બચાવ રાહત કાર્ય એન ડી આર એફ ની રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે રાત્રે જ મોરબી પહોંચીને તંત્રનું માર્ગ દર્શન કરી રહ્યા છે

આજે સવારે તેમણે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું ત્યાર બાદ તેઓ સ્વયં ગૃહ રાજ્ય મંત્રી સાથે રેસ્ક્યુ બોટ મારફત મચ્છુ નદીમાં એન ડી આર એફ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશન સ્થળે પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ રેસ્ક્યુ ટીમના વડા સાથે વાતચીત કરીને વધુ વિગતો મેળવી હતી. અત્યાર સુધીમાં લગભગ બસો જેટલા લોકોને બચાવાયા છે.

ઉલ્લેખનીય છે કે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. પુલ પર આશરે 500 લોકો હોવાનો અંદાજ છે. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પુરજોશમાં છે.

ત્યારે માર્ગ અને મકાન વિભાગમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે નગરપાલિકા હસ્તકનો આ બ્રિજ છે, જેની પર 100ની કેપેસિટી કરતાં વધારે ટોળું ભેગું થવાને કારણે આ બ્રિજ તૂટ્યો હોય એમ લાગે છે. મેઈન્ટેનન્સ બાદ હજુ ગત રોજથી જ સામાન્ય પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. હાલ ઘટના સંદર્ભે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે.

બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય. ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના મંત્રીના જણાવ્યા મુજબ પુલની છ ટનની કેપેસિટી કરતાં વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે.