Gujarat election 2022/ સુરતના કલેકટરે આચારસંહિતા મામલે શું કહ્યું જાણો…

આ સમયે સુરતના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર વાત કરવામાં આવી હતી.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આ સમયે સુરતના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર વાત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે, આદર્શ આચાર સહિંતાચુસ્ત અમલ માટે આપણે સૌ પોતાની કચેરીથી શરૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ આપોઆપ જાગૃતિ આવશે.

ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાન પત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા દ્વારા ન કરવામાં આવે, તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે આચારસંહિતાના નોડલ ઓફિસરની ટીમ તેમજ નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત છે. વિસ્તારની સરહદો ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત છે. તેમજ ચૂંટણીલક્ષી જાહેરાત કરતાં પહેલા મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી પાસે પરવાનગી લેવાની રહશે.