ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે હવે તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારના લિસ્ટ જાહેર કરવાની તૈયારીમાં લાગી ગયા છે એવામાં ઘણાબધા અપક્ષ પણ ચૂંટણી લડતા ઉમેદવાર પણ હોય છે. રાજ્યના પ્રખ્યાત ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, તે કોઇપણ પાર્ટી સાથે જાેડાયેલા નથી ,ગાયક કલાકરાની લોકચાહના આ વિસ્તારમાં વિશેષ જોવા મળે છે, કોઇપણ પાર્ટીમાં તે હાલ સામેલ નથી.
ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની હોવાથી ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે, એમાં પણ આવા પ્રખ્યાત કગાયક કલાકરા અપક્ષ રીતે ચૂંટણી લડશે તો રાજકિય સમીકરણો બદલાઇ જશે. હાલમાં ખેરાલું બેઠક પરથી જીજ્ઞેશ કવિરાજ ચૂંટણી લડશે તે નકકી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડેસેમ્બરે યોજાવવાની છે, અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે, આ વખતે ગુજરાતમાં ખરાખરીનો જંગ જોવા મળશે.
