National News/ મોલ્દોવાથી જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના કુખ્યાત ઓપરેટર અમૃતપાલને ભારત લાવવામાં આવ્યો

પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદથી ‘ઓપરેશન ઈસ્ટર્ન રીચ’ અંતર્ગત કુખ્યાત ગેંગસ્ટર Amritpal Singhને મોલ્દોવાથી ભારત પ્રત્યાર્પિત કર્યો છે. તે 7 હત્યાઓમાં વોન્ટેડ હતો.

Top Stories NATIONAL India
Amritpal Singh

Amritpal Singh Extradition Update: પંજાબ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી કરીને જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના કથિત મુખ્ય ઓપરેટર અમૃતપાલ સિંહ ઉર્ફે અમૃત દલમને મોલ્દોવાથી ભારત પરત લાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ હત્યા, હત્યાના પ્રયાસ, UAPA, આર્મ્સ એક્ટ અને ડ્રગ્સ સહિતના અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ હતો. તેને પકડવા માટે પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને લગભગ છ મહિના સુધી ઈન્ટેલિજન્સ આધારિત આંતરરાષ્ટ્રીય ઓપરેશન હાથ ધર્યું હતું.

સાત હત્યાના કેસોમાં હતો વોન્ટેડ

પોલીસના જણાવ્યા પ્રમાણે અમૃતપાલ સિંહ(Amritpal Singh) સામે ઓછામાં ઓછા સાત હત્યાના કેસ છે. તેમાં 2019માં બટાલામાં દલવીર સિંહની હત્યા, 2024માં હોશિયારપુરમાં અમરજીત લાલ અને કાશ્મીરી લાલની ડબલ મર્ડર તથા 2025માં ધર્મજીત સિંહ ઉર્ફે ધર્મા, કનવ મહાજન, સરબજીત સિંહ ઉર્ફે કાકા અને જસદીપ સિંહ ઉર્ફે દીપ ચીમાની હત્યાના કેસનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ અનુસાર અમૃતપાલ ઓક્ટોબર 2024માં બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ ભાગી ગયો હતો. આ પાસપોર્ટ હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી ગુરપાલના દસ્તાવેજી ઓળખના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ તેના વિરુદ્ધ રેડ નોટિસ જારી કરવામાં આવી અને વિદેશમાં તેની સંભવિત હિલચાલ અંગેની માહિતી કેન્દ્રીય એજન્સીઓ સાથે શેર કરવામાં આવી.

મોલ્દોવામાં ધરપકડ બાદ પ્રત્યર્પણ

મોલ્દોવાના અધિકારીઓએ 24 ફેબ્રુઆરીએ અમૃતપાલને(Amritpal Singh) ઓટાસી વિસ્તાર નજીકથી ત્યારે ઝડપી લીધો હતો, જ્યારે તે યુક્રેન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ OFTEC દ્વારા પ્રત્યર્પણની કાનૂની પ્રક્રિયા આગળ વધારવામાં આવી. ચિસિનાઉની કોર્ટે 26 મેના રોજ ભારતને પ્રત્યર્પણની મંજૂરી આપી હતી, જ્યારે 16 જુલાઈએ તેની અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પંજાબ પોલીસની ચાર સભ્યોની ટીમ મોલ્દોવા પહોંચી હતી. ટીમે ચિસિનાઉ એરપોર્ટ પરથી અમૃતપાલને કસ્ટડીમાં લીધો અને તેને નવી દિલ્હીના IGI એરપોર્ટ પર લાવવામાં આવ્યો. હવે તેને પંજાબ લઈ જઈને તેની સામે નોંધાયેલા કેસોમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

‘ઓપરેશન ઈસ્ટર્ન રીચ’થી સફળતા

ડીજીપી ગૌરવ યાદવના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ‘ઓપરેશન ઈસ્ટર્ન રીચ’નો ભાગ હતી. આ દરમિયાન પંજાબ(Amritpal Singh) પોલીસે મોલ્દોવા, અઝરબૈજાન અને ભારતની વિવિધ એજન્સીઓ સાથે સંકલન કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે OFTECની સ્થાપના બાદ અત્યાર સુધીમાં નવ હાઈ-પ્રાયોરિટી ફરાર આરોપીઓને વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 આરોપીઓના પ્રત્યર્પણની પ્રક્રિયા ચાલુ છે.


આ પણ વાંચો:વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ લડશે ચૂંટણી, અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું નામાંકન

આ પણ વાંચો:‘હું હંમેશા પંથ અને પરિવાર વચ્ચે પંથ પસંદ કરીશ…’, એમપી અમૃતપાલે જણાવ્યું

આ પણ વાંચો:અમૃતપાલ સિંહનો નવો અવતાર આવ્યો સામે