amritpal singh/ અમૃતપાલ સિંહનો નવો અવતાર આવ્યો સામે

વારિસ પંજાબ દેના મુખ્ય ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહનીપોલીસ તપાસનો આજે આઠમો દિવસ છે. ત્યારે અત્યાર સુધી અમૃતપાલ સિંહ અલગ અલગ વેશમાં જોવા મળ્યો છે. ક્યારેક એ દાઢી…

Mantavya Exclusive
Amritpal Singh new avatar

Amritpal Singh new avatar: વારિસ પંજાબ દેના મુખ્ય ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહનીપોલીસ તપાસનો આજે આઠમો દિવસ છે. ત્યારે અત્યાર સુધી અમૃતપાલ સિંહ અલગ અલગ વેશમાં જોવા મળ્યો છે. ક્યારેક એ દાઢી કથાવીને ગુલાબી પાગડીમાં જોવા મળે છે તો ક્યારેક એ સાધુના વેશમાં જોવા મળે છે. તો જાણો અત્યાર સુધીમાં તેના બદલાતા રૂપો વિશે અને બીજા કેટલાક ખુલાસા વિશે આજના આ મંતવ્ય વિશેષમાં…

વારિસ પંજાબ દેના મુખ્ય ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની આઠમા દિવસે પણ શોધ ચાલી રહી છે. આ દરમિયાન પંજાબ પોલીસની કેટલીક ટીમો દિલ્હી પહોંચી છે. પોલીસને ISBT કાશ્મીરી ગેટના કેટલાક સીસીટીવી મળ્યા છે, જે અત્યારે વાઇરલ નથી કરાયા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સીસીટીવીમાં અમૃતપાલ સિંહ સાધુના વેશમાં જોવા મળ્યો છે. એ બાદ દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસે દિલ્હીમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે મોટો દાવો કર્યો છે. વિજે કહ્યું હતું કે હરિયાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પંજાબ પોલીસે શાહબાદ પહોંચતાં દોઢ દિવસ કાઢી નાખ્યો હતો.

પંજાબ પોલીસ અમૃતપાલને જલંધર તરફ શોધી રહી છે અને અમૃતપાલ શાહબાદમાં છુપાઈને બેઠો હતો. વિજે કહ્યું હતું કે અમને જ્યારે આ બાબતની ખબર પડી તો અમે પંજાબ પોલીસને આ બાબતે જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે મોસ્ટ વોન્ટેડના મામલામાં પણ પંજાબ સરકારની સુસ્તી સ્પષ્ટ દેખાઈ રહી છે. હરિયાણા પોલીસ અમૃતપાલ સિંહની ચોક્કસ કડી જણાવી રહી છે અને પંજાબ પોલીસ અહીં નથી આવી રહી. આ પંજાબ સરકારનું રાજકીય ડ્રામા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચની રાત્રે અમૃતપાલ કુરુક્ષેત્રના શાહબાદમાં મહિલા બલજિત કૌરના ઘરે રોકાયો હતો. તેની શાહબાદ અને કુરુક્ષેત્ર બસ સ્ટેન્ડની સીસીટીવી તસવીરો પણ સામે આવી છે. જ્યારે બીજી તરફ પોલીસ અમૃતપાલને ઉત્તરાખંડમાં શોધ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે શુક્રવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં દરોડા પાડી રહી છે. સૂત્રો મુજબ અહીં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલા અમૃતપાલ સિંહની સાથે સોશિયલ મીડિયા દ્વારા એક વર્ષથી કોન્ટેક્ટમાં હતી. આટલું જ નહીં, તે અમૃતપાલ સિંહને મળવા એક વખત પંજાબ પણ આવી હતી. આ મહિલા લાંબા સમયથી અમૃતપાલ સિંહની પોસ્ટને સતત શેર કરી રહી હતી. આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે કે પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે એ અંગે પોલીસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી.

પપ્પલપ્રીત સિંહ સામે કાર્યવાહીની તૈયારી

અમૃતપાલ સિંહની સાથે પપ્પલપ્રીત સિંહ વિરુદ્ધ પણ ચાર કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસ ઉપરાંત હવે પપ્પલપ્રીત સિંહ સામે ઈન્કમટેક્સ વિભાગ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. ખરેખર 2019-20માં પપ્પલપ્રીત સિંહના ખાતામાં 4,48,868 રૂપિયા વધુ મળ્યા હતા, જેના જવાબ માટે પપ્પલપ્રીતને 14 માર્ચે નોટિસ આપીને 20 માર્ચ સુધી હાજર થવા કહ્યું હતું. પરંતુ પપ્પલપ્રીત સિંહ 18મી માર્ચે જ અમૃતપાલ સિંહ સાથે ભાગી ગયો હતો, જેને કારણે તે 20 માર્ચે ઈન્કમટેક્સ વિભાગ સમક્ષ હાજર થયો ન હતો. ઈન્કમટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પપ્પલપ્રીત સિંહ યુટ્યૂબથી 8થી 20 હજાર રૂપિયા અને ડેરી બિઝનેસમાંથી 15 હજાર રૂપિયા કમાતો હતો.

ગોરખા બાબાના મોબાઈલમાંથી ખૂલ્યું રહસ્ય

અમૃતપાલ સિંહના નજીકના સહયોગી તજિંદર સિંહ ઉર્ફે ગોરખા બાબાની પણ પોલીસે ગયા દિવસોમાં ધરપકડ કરી હતી, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે એમાંથી અમૃતપાલના ઘણા રહસ્યો ખૂલ્યાં હતાં. જ્યાં અમૃતપાલના ગામમાં શૂટિંગ રેન્જ મળી હતી ત્યાં તેની ખાલિસ્તાન બનાવવાની યોજનાની પણ માહિતી મળી હતી.

ટ્રેનિંગ આપનારા 2 પૂર્વ સૈનિકની ઓળખ થઈ

 પોલીસને અમૃતપાલના ગનમેનના મોબાઈલમાંથી ફાયરિંગ રેન્જનો વીડિયોમળી આવ્યો છે. તેમાં પૂર્વસૈનિક હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ફાયરિંગ રેન્જ અમૃતપલના ગામ જલ્લુપુરખેડામાં તૈયાર કરવામાં આવી હતી. પોલીસે તેનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અમૃતપાલની સાથે રહેતા તેના સાથી પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ દરમિયાન અમૃતપાલ આનંદપુર ખાલસા આર્મીનું નિશાન (લોગો) પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: US Federal Reserve/ ફેડે વ્યાજદર 0.25 બેસિસ પોઇન્ટ વધાર્યો, અમેરિકન બજારો ખાબક્યા, ભારતીય બજારો પર પણ થશે અસર