રાજા ચાર્લ્સનો રાજ્યાભિષેક/ શા માટે સમ્રાટને રાજ્યાભિષેકની જરૂર છે?

200 રાષ્ટ્રાધ્યક્ષો અને અનેક મહાનુભાવોને સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટિશ રાજવી પરિવારની નાની પુત્રવધૂ આ સમારોહમાં હાજર રહી નહોતી.

Mantavya Exclusive
રાજા ચાર્લ્સ

બ્રિટનના રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાની તાજપોશી શનિવારે વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં બપોરે 3:30 વાગ્યે થયું. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. અગાઉ 1953માં રાણી એલિઝાબેથને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે તેઓ 27 વર્ષનાં હતાં. એ સમયે ચાર્લ્સ 4 વર્ષના હતા. હાલ કિંગ ચાર્લ્સ 74 વર્ષના છે.

મેગન મર્કેલને શાહી સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી

200 રાષ્ટ્રાધ્યક્ષો અને અનેક મહાનુભાવોને સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટિશ રાજવી પરિવારની નાની પુત્રવધૂ આ સમારોહમાં હાજર રહી નહોતી. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલને શાહી સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

જોકે આ કાર્યક્રમમાં પ્રિન્સ હેરી, જેઓ મેગન મર્કેલના પતિ છે અને તેમને સસેક્સ ઓફ ડ્યુકનું બિરુદ પ્રાપ્ત થયું છે, તેઓએ  આજના તાજપોશી સમારોહમાં હાજરી આપી હતી. બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે કે ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલ તેનાં બે બાળકો પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ સાથે કેલિફોર્નિયામાં જ રહેશે.

images.bhaskarassets.com/web2images/521/2023/05/04...

ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ સમારોહમાં ફ્લેગ બિયરર્સના કાફલાનું નેતૃત્વ કર્યુ હતું. ખરાબ વાતાવરણની ચેતવણી હોવા છતાંય જે રસ્તાથી કિંગનો કાફલો ગયો હતો ત્યાં ભીડ એકઠી થઈ હતી. તાજપોશી દરમિયાન કિંગ ચાર્લ્સ 700 વર્ષ જૂની સેન્ટ એડવર્ડની ખુરસીમાં બિરાજમાન થયા હતા. એના અભિષેક માટે 12મી સદીનો સોનાનો ચમચો અને પવિત્ર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

સસેક્સના ડ્યુક પ્રિન્સ હેરી શુક્રવારે પત્ની મેગન વિના સમારોહ માટે લંડન પહોંચ્યા હતા. સમારોહમાં તેમની કોઈ ઔપચારિક ભૂમિકા રહી નહોતી.

રાજા ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુને પણ સમારોહમાં કોઈ ભૂમિકા આપવામાં આવી નહોતી. સેક્સ સ્કેન્ડલમાં ફસાયા બાદ ચાર્લ્સે તેમને રોયલ ફેમિલીમાંથી હાંકી કાઢ્યા હતા.

UK News In Hindi: The Coronation Of King Charles III Will Take Place In May This Ritual Is Ancient- मई में होगा किंग चार्ल्‍स का राज्‍याभिषेक, जानिए क्‍या है इसका धार्मिक महत्‍व

કિંગ ચાર્લ્સની તાજપોશી માટે લંડન ગયેલા ઉપપ્રમુખ જગદીપ ધનખરે શુક્રવારે ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. ડૉ. ધનખરે લંડનમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ અને વર્તમાન સંસદસભ્યો સાથે પણ વાતચીત કરી હતી.

તાજપોશીનો વિરોધ કરતા રાજાશાહી વિરોધી જૂથ રિપબ્લિકના છ વિરોધીની ધરપકડ કરવામાં આવી છે.

ક્વીન એલિઝાબેથનું ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે નિધન થયું હતું. ત્યારે તેઓ 96 વર્ષના હતા. તેમના મૃત્યુ પછી ચાર્લ્સને બ્રિટનના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અને હવે તેમની તાજપોશી થઇ છે. એલિઝાબેથને તેમના પિતા કિંગ આલ્બર્ટના મૃત્યુ બાદ રાણી પણ જાહેર કરવામાં આવ્યા હતાં, પરંતુ સોળ મહિના પછી, જૂન 1953માં તેનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

રાજ્યાભિષેક માટે કિંગ ચાર્લ્સનું મોટરકેડ સવારે 10:20 વાગ્યે બકિંગહામ પેલેસથી નીકળી હતી,  સવારે 11 વાગ્યે વેસ્ટમિન્સ્ટર એબે ખાતે પહોંચી હતી.

Britain New King: ब्रिटेन के नए सम्राट किंग चार्ल्स-III की आज होगी ताजपोशी | BharatKhabar.Com

ત્યાર બાદ સૌપ્રથમ ચાર્લ્સને રાજા તરીકે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ સિંહાસનની સામે એબે તરફ મોં કરીને ઊભા રહ્યાં હતા. આર્કબિશપે  તેમની તાજપોશીની જાહેરાત કરી હતી. આ પછી તાજપોશીમાં સામેલ લોકો કહ્યું હતું  ‘ગોડ સેવ ધ કિંગ’.

આર્કબિશપે  શપથ પહેલા ત્યાં હાજર તમામ ધર્મના લોકોને સંબોધિત કર્યા હતા. તેઓએ કહ્યું હતું  કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે, જેમાં તમામ ધર્મના લોકોને સમાન રીતે સન્માન આપવામાં આવે. આ પછી ચાર્લ્સે  હંમેશાં કાયદાનું પાલન કરવા અને વિશ્વાસુ પ્રોટેસ્ટન્ટ બનવાના શપથ લીધા હતા. આ પછી તેઓએ પવિત્ર ગોસ્પેલ પર હાથ મૂકયો હતો  અને વચનોનું પાલન કરવાના શપથ લીધા હતા.

સ્ટેપ 3: અભિષેક

રાજા ચાર્લ્સ તાજપોશી માટે ખુરસી પર બેઠશે. આર્કબિશપ સોનાના કળશમાંથી પવિત્ર તેલ લેશે અને તેને રાજા ચાર્લ્સના હાથ અને માથા પર રેડશે. આ સ્ટેપ સમગ્ર સમારંભનો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે, તેથી એને સ્ક્રીન લગાવીને છુપાવવામાં આવશે.

સ્ટેપ 4: ક્રાઉનિંગ

રાજા ચાર્લ્સને સેન્ટ એડવર્ડનો તાજ પહેરાવવામાં આવશે. આ પછી ચર્ચનો ઘંટ 2 મિનિટ સુધી વાગશે. સમગ્ર બ્રિટનમાં બંદૂકોની સલામી આપવામાં આવશે. ટાવર ઓફ લંડન ખાતે 62 રાઉન્ડમાં સલામી આપવામાં આવશે. આ સિવાય એડિનબર્ગ, કાર્ડિફ અને બેલફાસ્ટ જેવાં 11 સ્થળથી 21 રાઉન્ડ સલામી આપવામાં આવશે.

સ્ટેપ 5ઃ સિંહાસન પર બેઠશે

તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ રાજા ચાર્લ્સ સિંહાસન પર બેસશે. પ્રિન્સ વિલિયમ તેમની સામે ઘૂંટણિયે પડશે અને તેમના હાથને ચુંબન કરશે અને રાજાનું સન્માન કરશે. ત્યાર બાદ આર્કબિશપ લોકોને રાજવી પરિવાર અને નવા રાજા પ્રત્યે વફાદારી રાખવાનું કહેશે.

आज ब्रिटेन को मिलेगा नया किंग,चार्ल्स की होगी ताजपोशी - glibs.in

તાજપોશીમાં 1 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા

રાજા ચાર્લ્સની તાજપોશીમાં £100 મિલિયન પાઉન્ડ, એટલે કે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ નાણાં યુકેના કરદાતાઓના ખિસ્સામાંથી જ લેવામાં આવ્યાં છે. આમાં શાહી તિજોરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એને જોતાં બ્રિટનમાં પણ ઘણા લોકો રાજ્યાભિષેક સમારોહનો વિરોધ કરી રહ્યા છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, કિંગ ચાર્લ્સ પાસે સેન્ડ્રિંગહામમાં 75 મિલિયન પાઉન્ડ એટલે કે 771 કરોડની સંપત્તિ છે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ સમારોહ માટે કોઈ કાયદાકીય જરૂરિયાત નથી. રાણી એલિઝાબેથના મૃત્યુ પછી જ્યારે ચાર્લ્સને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ સત્તાવાર રીતે રાજા બની ગયા હતા.

કિંગ ચાર્લ્સની તાજપોશી તેમની માતા કરતાં કેવી રીતે અલગ?

મહારાણી એલિઝાબેથના સમયમાં પ્રથમ વખત બ્રિટનમાં તાજપોશી સમારોહનું લાઇવ પ્રસારણ થયું હતું. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, લગભગ 27 મિલિયન લોકોએ એને ટીવી પર જોયું. એ જ સમયે લગભગ 10 મિલિયન લોકોએ એનું રેડિયો પર પ્રસારણ સાંભળ્યું હતું.

Britain's new emperor King Charles-III will be crowned today, many big personalities will be involved | ब्रिटेन के नए सम्राट King Charles-III की आज होगी ताजपोशी, कई बड़ी हस्तियां होंगी शामिल |

તાજપોશી દરમિયાન મોટા ભાગના રિવાજો પહેલાં જેવા જ રહેશે, પરંતુ હવે એનો અર્થ બદલાઈ ગયો છે. ટાઈમ પોલ મુજબ, 2012માં જ્યારે એલિઝાબેથ રાણી હતાં ત્યારે લગભગ 80% બ્રિટન રાજાશાહીની તરફેણમાં હતા. જોકે 2022માં તેમના મૃત્યુ પછી આ આંકડો ઘટીને 68% થઈ ગયો.

મહારાણી એલિઝાબેથની તાજપોશી દરમિયાન આ સમગ્ર સમારોહ લગભગ 4 કલાક સુધી ચાલ્યો હતો. બકિંગહામ પેલેસ અનુસાર, કિંગ ચાર્લ્સનો તાજપોશી સમારોહ 1 કલાકમાં પૂર્ણ થશે. સમારોહ દરમિયાન આર્કબિશપ દ્વારા રાણીને પવિત્ર તેલથી અભિષેક કરવામાં આવેલો એકમાત્ર ભાગ, જે પ્રસારિત કરવામાં આવ્યો ન હતો. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજા ચાર્લ્સ આ વિધિને બધાની સામે કરાવીને પરંપરા તોડી શકે છે.

રાણી એલિઝાબેથના સમય દરમિયાન સમારોહમાં 8,250 મહેમાનોએ હાજરી આપી હતી. એ જ સમયે રાજા ચાર્લ્સની તાજપોશી માટે માત્ર 2800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આમાં દરેક ધર્મ અને જાતિના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વેસ્ટમિંસ્ટર એબે ખાતે તાજપોશી કર્યા પછી 16 હજાર લોકો સાથે રાણી એલિઝાબેથનો કાફલો 8 કિલોમીટર ફરીને બકિંગહામ પેલેસ પાછો ફર્યો હતો. આ રૂટમાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો. જોકે રાજા ચાર્લ્સના કાફલામાં ઘણા ઓછા લોકો સામેલ થવાની શક્યતા છે. તેમના કાફલાનો રૂટ 2 કિલોમીટર સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે.

6 मई को होगी किंग चार्ल्स की ताजपोशी, समारोह पर खर्च होंगे 1000 करोड़ से ज्यादा – News India Live | News India | Top 10 News

કોણ-કોણ થયું સામેલ ?

આ સમારોહમાં દેશ અને વિશ્વની ઘણી હસ્તીઓ અને લગભગ 200 દેશના રાજકીય નેતાઓ, પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ તાજપોશી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સમારોહમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને તેમની પત્ની કિકોથી લઈને સ્પેનના રાજા ફિલિપ છઠ્ઠા અને રાણી લેટિઝિયા સુધીનાં લગભગ સો રાજ્યના વડાઓ હાજર રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બ્રિટનના રાજવી પરિવારના તાજપોશી કાર્યક્રમ સાથે સંબંધિત કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવાની તેમની પરંપરા ચાલુ રાખશે. જોકે ફર્સ્ટ લેડી જીલ બાઈડન સમારોહમાં ભાગ લેશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તાજપોશી માટે લંડન પહોંચી ગયા છે. તેમના સિવાય EU પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના પ્રમુખ એન્થોની અલ્બેનીઝ પણ સમારોહમાં હાજરી આપી.

જ્યારે રશિયા, બેલારુસ, મ્યાનમાર, અફઘાનિસ્તાન, સિરિયા, વેનેઝુએલા અને ઈરાન જેવા દેશોને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

કયા શાહી પ્રતીકનો ઉપયોગ કરવામાં આવશે?

બ્રિટન એકમાત્ર એવો દેશ છે, જે હજુ પણ શાહી રેગાલિયા અથવા પ્રતીકોનો ઉપયોગ કરે છે. આમાં તાજ, બિંબ, સિંહાસન, રાજદંડ અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. રાજા ચાર્લ્સની તાજપોશીમાં પણ આ પ્રતીકો ઉપયોગમાં લેવાશે. તાજપોશી સમયે રાજાને સેન્ટ એડવર્ડનો તાજ પહેરાવવામાં આવશે. એ સોના, રુબી, ચાંદી અને નીલમથી બનેલો છે અને એનું વજન 2.23 કિલો છે. આ પછી પાછા ફરતી વખતે રાજા ચાર્લ્સને શાહી રાજ્યનો તાજ આપવામાં આવશે.

રાજા ચાર્લ્સના અભિષેક માટે ખાસ કલશ અને રોયલ સ્પૂન (ચમચા)નો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય તેમને 1831ની કીમતી વીંટી આપવામાં આવશે. ચાર્લ્સને સોનેરી રાજદંડ પણ આપવામાં આવશે,. જે તેમની શક્તિનું પ્રતીક છે. એ વિશ્વના સૌથી મોટા કલિનન ડાયમંડથી જડાયેલું છે. તાજપોશીમાં રાજા રેશમથી બનેલો ખાસ જાંબલી રોબ પહેરશે. એને બનાવવામાં લગભગ 3500 કલાકનો સમય લાગ્યો છે.

આ પણ વાંચો:શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસનો મત મેળવ્યો, ઇમરાન સ્તબ્ધ

આ પણ વાંચો: રશિયા યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહીના ઉદ્દેશો છોડશે નહીં, યુદ્ધવિરામનો કર્યો અસ્વીકાર

આ પણ વાંચો: અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળીને બનાવશે પરમાણુ હથિયાર, અમેરિકા મિસાઇલોથી સજ્જ સબમરીન કરશે તૈનાત

આ પણ વાંચો:પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું 73 વર્ષની વયે અવસાન

આ પણ વાંચો:વિમાન સાથે પક્ષી અથડાયું, એન્જિનમાં આગ લાગી, જાણો ક્યાંનો છે મામલો?