gujrat election 2022/ આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારોના નામ ની યાદી કરી જાહેર

અત્યાર સુધીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી નથી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ ઉમેદવારોની પસંદીની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચીતર્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા એક બાદ એક ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવા લાગ્યા હતા. ત્યારે આજે વધુ એક ઉમેદવારોના નામ ની યાદી જાહેર કરી છે. આ 12 મી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અત્યાર સુધીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી નથી.