ગુજરાત ચૂંટણી 2022/ ભાજપની બીજી યાદીમાં બાકી રહેતી 16 બેઠકોના ઉમેદવારોની જાહેરાત આજે સાંજ સુધીમાં

ભાજપે બીજી યાદીમાં સવારે છ બેઠકોના ઉમેદવારના નામ જાહેર કર્યા પછી બાકીના 16 બેઠકોના ઉમેદવારના નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ભાજપે બીજી યાદીમાં સવારે છ બેઠકોના ઉમેદવારના નામ જાહેર કર્યા પછી બાકીના 16 બેઠકોના ઉમેદવારના નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. ગાંધીનગર મતવિસ્તારની વાત કરીએ તો હજુ સુધી ગાંધીનગર ઉત્તર, કલોલ અને માણસા બેઠક જાહેર થઈ નથી. જોકે હાલની સ્થિતિએ ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરના નામથી કોકડું ગૂંચવાયું છે. જ્યારે ગાંધીનગર ઉત્તર પૂર્વ મેયર રીટા પટેલે ચર્ચામાં રહ્યા છે. તો બીજી બાજુ કલોલમાં ભાજપ ઠાકોર સમાજ ને ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.જેમાં

બળદેવજી ઠાકોર નામના ઉમેદવારને ભાજપની ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરીનું નામ ચાલે છે. પણ હાલ ચૌધરી સમાજના આગેવાન અને રાજકીય નેતા એવા વિપુલભાઈ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં પોલીસ કસ્ટડીમાં છે, જેના કારણે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે હાલ તૈયાર નહીં હોવાના કારણે માણસા બેઠક ઉપર કેવો અને કયા સમાજનો ઉમેદવાર ઉભો રાખવો તેની અટકળો ભાજપમાં ચાલી રહી છે.

આ ઉપરાંત રાધનપુર, પાટણ, ખેરાલુ, હિમતનગર, ગાંધીનગર (ઉત્તર), વટવા, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, સયાજીગંજ, માંજલપુર, પાવી જેતપુરની જાહેરાત થશે.