Election/ કોંગ્રેસે આટલા સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકિય માહોલ પણ ગરમાયું છે. હાલમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકિય માહોલ પણ ગરમાયું છે. હાલમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. .કોંગ્રેસે અત્યારસુધીમાં કુલ 105 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં અત્યારસુધીમાં 3 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં ચોથી યાદીમાં કોડીનાર બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય મોહનભાઇ વાળની ટિકિટ કાપી નાંખી છે અને તેમના સ્થાન પર મહેશભાઇ મકવાણાને ટિકિટ ફાળવી છે,ઝાલોદ બેઠક પરથી ભાવેશ કટારાની ટિકિટ કાપી અને મીતેશ ગરાસિયાને ટિકિટ આપવામાં આવી,નાંદોદ બેઠક પરથી પ્રેમસિંહ રાઠવાની ટિકિટ કાપી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી.

કોંગ્રેસે આજે ચોથી યાદી જાહેર કરી છે તેમાં તેમણે 9 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પહેલી યાદીમાં 43 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યાર બાદ બીજી યાદીમાં કોંગ્રેસે 46 બેઠકો પર ઉમેદવારના નામ જાહેરર કર્યા હતા. ત્રીજી યાદીમાં 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ચોથી યાદીમાં 9 ઉમેદવારોના નામજાહેર કરવામાં આવ્યા છે.   કોંગ્રેસે અત્યાર સુધીમાં 105 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.