@પૂજા નિષાદ
Surat News :સુરતમાં મોબાઇલ અને ફ્રીઝ વેચવું દુકાનદારને ભારે પાડ્યું છે, કાપોદ્રા પોલીસે ટીવી મોબાઇલની દુકાન પર જઇ એ.સી,ટીવી,મોબાઇલના માલ ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવી બેંકનો ખોટો ભળતો મેસેજ બતાવી છેતરપિંડી આચારતા આરોપીને ઝડપી પાડ્યું છે,
કાપોદ્રા પોલીસે ટીવી મોબાઇલની દુકાન પર જઇ એ.સી,ટીવી,મોબાઇલના માલ ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવી ખોટો બેંકનો ભળતો મેસેજ બતાવી છેતરપિંડી આચારતા આરોપીને ઝડપીલીધો હતો., કાપોદ્રા સર્વેલન્સ સ્ટાફની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે આરોપી અમીત ભરતભાઇ હિરપરાને વરાછા ખાતેથી ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપી ની પુછપરછ કરતા આરોપી જણાવ્યું હતું કે તે એ.સી,ટીવી મોબાઇલની દુકાન પર જઈ એ.સી,ટીવી,મોબાઇલની ખરીદી કરતો બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવી ખોટો બેંકનો ભળતો મેસેજ પોતાના મોબાઇલથી દુકાનદારના મોબાઇલમાં કરી દુકાનદાર સાથે છેંતરપીંડી કરતો હતો, અને એ.સી,ટીવી, મોબાઇલ લઇ ફરાર થઈ જતો હતો.
આમ આરોપી અમિત હિરપરાએ એક નહિ પરંતુ અનેકો સાથે છેતરપિંડી કરી છે, વધુમાં આરોપીના તપાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન, ટીવી તે મોટા વરાછા ભવાની હાઇટસ ખાતેથી ખરીદી કરી હતી અને AC કાપોદ્રા હીરાબાગ અવની પાર્ક એપાર્ટમેન્ટ દુકાન નં ૦૨ ખોડીયાર એર કંડીશનર સેલ્સ એન્ડ સર્વીસ નામની દુકાનમાંથી ખરીદી હતી, કાપોદ્રા પોલીસે આરોપીને ઝડપી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
