Gujarat election 2022/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે ચૂંટણી ફોર્મ ભરશે, ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદી જાહેર કરવામાં કામે લાગી છે,

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 16 તારીખે ભરશે ફોર્મ
  • 16 તારીખે ભુપેન્દ્ર પટેલ નોંધાવશે ઉમેદવારી
  • ઘાટલોડિયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલની ઉમેદવારી
  • સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચશે પટેલ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 16 તારીખે ભરશે ફોર્મ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારની યાદી જાહેર કરવામાં કામે લાગી છે, અને જાહેર થયેલા ઉમેદવાર  ચૂંટણી માટેે નામાકંન કરી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ બેઠક પર ભારે સમર્થકો અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ નામાકંન દાખલ કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછા મતદાનની ટકાવારી ધરાવતા કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, ત્યાં મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર રહેશે અને 15 નવેમ્બેર ફોર્મની ચકાસણી કરવામાં આવશે.જ્યારે 17 નવેમ્બરે સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચી શકાશે.