ગુજરાત રાજયની ચૂંટણી બે તબક્કામાં યોજાવવા જઇ રહી છે ત્યારે તમામ પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે,ત્યારે આજે 17 નવેમ્બર 2022ના રોજ બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2022 છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022ના રોજ હતી. જોકે, પહેલા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ આજે એટલે કે 17 નવેમ્બર 2022 છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1100થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી પડ્યા છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ફોર્મ ભરવામાં આ્યા છે, અહીં 16 બેઠકો માટે 245થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠકો માટે 96 ઉમેદવારો મેદાને ઉતર્યા. આ બાજુ નવસારી જિલ્લામાં 4 બેઠકો માટે 43 ફોર્મ ભરવામાં આવ્યા છે, તો વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે 37 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા, ડાંગ જિલ્લાની 1 બેઠક માટે 18 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીં 533 જેટલા ફોર્મ ભરાયા છે. તમને જણાવી દઈએ કે, કયા જિલ્લામાં કઈ બેઠક પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેની સત્તાવનાર માહિતી ચૂંટણી પંચ હજુ આજે મોડી રાત્રે જાહેર કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. આજે, 17 નવેમ્બર, 2022, આ 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે ઉમેદવારો પણ 21 નવેમ્બર 2022 સુધી તેમના ફોર્મ પરત ખેંચી શકશે
