Gujarat Election/ ચૂંટણી સમયે સુરતમાં ઇનોવા કારમાંથી લાખો રૂપિયા પકડાયા

સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક કારમાંથી લાખો રૂપિયા પકડાયા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે, હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળે છે. આ વખતે ચૂંટણી પંચ પણ સખત જોવા મળી રહી છે. રાજ્યમાં કોઇપણ રીતે દારૂ,ડ્ર્ગ્સ સહિતની નશીલા પદાર્થો ચૂંટણીમાં વહેંચવામાં ન આવે અને કોઇપણ ફરિયાદ  ચૂંટણીને લગતી હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક કારમાંથી લાખે રૂપિયા પકડાયા છે.

ઉલ્લેખનીય છે કે સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્કિંગમાં ઊભેલી એક મહારાષ્ટ્ર પાસિંગની MH.04.ES.9907 નંબરની ઈનોવા કારમાંથી લાખો રૂપિયા પકડાયા છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી છે. ઈનોવા કારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના વીઆઈપી પાર્કિંગનું બી એન સંદીપ નામનું કાર્ડ પણ હોવાનું જાણવા મળ્યું છે. આ રુપિયા કેટલા છે તેની હાલ વિગતો મળી નથી કારણ કે તંત્ર પણ રૂપિયા ગણવા માટે હાલ નોટોનું મશીન મગાવીને તેની ખરાઈ કરી રહ્યું છે. આ કાર કોની છે, રૂપિયા ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા અને કોને આપવાના હતા તે સહિતની વિગતો વધુ તપાસ બાદ સામે આવી શકે તેમ છે.