ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન રાજકીય પક્ષોની આંતરીક બેઠકોમાં નોટાને લઇને ચર્ચા ચાલી રહી છે, રાજકીય પક્ષો ચીંતામાં પણ છે કે નોટાનો ઉકેલ કેમ કરી લાવવો. ગત વિધાનસભાની ચૂંટણીમાં 1.84 ટકા મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી.
આ એક માત્ર ગ્રુપ જેને નોટા કરતા વધુ મત મેળવ્યા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડા પર નજર કરવામાં આવે તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકમાંથી 115 પર નોટા ત્રીજા સ્થાન પર હતુ. ગુજરાતના લગભગ ત્રણ કરોડ મતદારમાંથી લગભગ 5.51 લાખ અથવા 1.84 ટકા મતદારોએ નોટાને પસંદ કર્યો હતો. રાજ્યમાં નોટાનો ભાજપનો કુલ વોટ શેર 49.05 ટકા હતો. કોંગ્રેસનો કુલ વોટ શેર 41.44 ટકા હતો જ્યારે પછી ત્રીજા નંબર પર નોટાનો કુલ વોટ શેર 1.84 ટકા હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારમાંથી માત્ર ત્રણ જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર ગ્રુપ હતુ જેને નોટા કરતા વધુ મત મેળવ્યા હતા.
નોટા મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય
ચૂંટણીમાં જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી રાજકીય પક્ષોની આંતરિક બેઠકોમાં નોટા મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય છે. કારણ કે ગત ચૂંટણી એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના મત ત્રીજા સ્થાને હતા. નોટા પરિણામ બદલી શકે છે. આ ચૂંટણીમાં નોટાનો ડર તમામ રાજકીય પક્ષોને છે. ગત ચૂંટણીમાં એવી 7 બેઠકો હતી જ્યાં જીતનું માર્જિન 1000 કરતાં ઓછું છે. એટલે કે નોટાની સ્પષ્ટ અસર જોવાય છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચડાણ હતા અને કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 7 બેઠકના પરીણામમાં નેતાઓ માટે ખરાખરીનો ખેલ બની ચૂક્યો હતો.
સાત બેઠકો જેની પર રહી નોટાની અસર
ધોળકા બેઠક
ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠક રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 327 મતથી હરાવ્યા હતા. આ બેઠકનો ક્રમાંક 56 હતો.
દીઓદર બેઠક
ગુજરાત વિધાનસભાની દીઓદર બેઠકનો ક્રમાંક 14 છે. આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી શિવા ભૂરિયા કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના કેશવજી ચૌહાણને 972 મતથી હરાવ્યા હતા.
કપરાડા બેઠક
આ બેઠક પર સૌથી ઓછી લીડે જીત મળી હતી અને રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના મધુભાઈ રાઉતને 170 મતથી હરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 181 છે.
બોટાદ બેઠક
આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ ભાજપ તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસ ડી એમ પટેલને 906 મતથી હરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની બોટાદ બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 107 છે.
માણસા બેઠક
આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી સુરેશ પટેલ કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના અમીત ચૌધરીને 524 મતથી હરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની માણસા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 37 છે.
