- નર્મદામાં અકસ્માતમાં ત્રણનાં મોત
- ડેડિયાપાડાના નિગમ ગામ પાસેનો બનાવ
- બાઈક અને કાર વચ્ચે અકસ્માત
- બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણનાં મોત
- કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી
- કાર ચાલક નશામાં હોવાની ચર્ચા
Three killed in accident in Narmada ગુજરાતમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન ચાલકો પુરજોશમાં વાહન ચલાવતા હોવાથી અકસ્માતમાં થતા હોય છે. રાજ્યમાં અકસ્માતની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. નર્માદા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેડિયાપા઼ાના નિગમ ગામ પાસે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકના મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ડેડિયાપાડાના નિગમ ગામ પાસે બાઇત અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પેલાઇ ગઇ હતી. આ અકસ્માત થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી ,પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા આવ્યા છે. જે કારથી અકસ્માત થયો હતો તેમાં દારૂની બોટલો પણ મળી આવી હતી, કાર ચાલક નશામાં ડ્રાઇવિંગ કરતો હશે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ હાલ મૃતકોની ઓળખ કરી રહી છે. પોલીસે હાલ આ અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે સીસીટીવી કેમેરા તપાસી રહ્યા છે.
