હુમલો/ દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર ગુંડાઓએ કર્યો હુમલો, ધારાસભ્ય હાલ લાપતા

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યો છે ત્યારે આજે અનેક અનિચ્છનીય ઘટનાઓ સામે આવી રહી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યો છે ત્યારે આજે અનેક અનિચ્છનીય ઘટનાઓ સામે આવી રહી છે. આજે છેલ્લી રાત છે એટલે ઉમેદવારો મતદારોને આકર્ષવા મહેનત કરી રહ્યા છે જ્યારે અનેક પાર્ટીઓ ગુંડાગર્દી પર ઉતરી આવે છે. આજે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ,તેમની ગાડિને રોકીને તેમને મારી નાંખવાનું કાવતરૂ રચ્યું હતું. ગાડી પલટી મારી ગઇ હતી , હજુપણ દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ભાઇ ખરાડી લાપતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેવી ઘટના સામે આવી છે. તેમની ગાડિને આતંરની મારી નાંખવાની કોશિશ કરવામાં આી થએ, ગાડી પલટી મારી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે , ધારાસભ્ય કાંતિ ભાઈ ખરાડી લાપતા થઇ ગયા છે. તેમની શોધખોળ ચાલું છે.

ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે આજે પણ કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે આ સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી છે. જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી છે.