BCCI Team India Change: ભારતીય મહિલા ટીમ માટે BCCIએ એક મોટું પગલું ભર્યું છે. મહિલા T20 વર્લ્ડ કપને માત્ર બે મહિના બાકી છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે મુખ્ય કોચ રમેશ પોવારને પુનઃરચના પ્રક્રિયાના ભાગરૂપે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલ્યા છે. હવે BCCIએ હૃષિકેશ કાનિટકરને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. BCCIએ મહિલા ટીમના મુખ્ય કોચનું નામ જાહેર કર્યું નથી પરંતુ પુરુષોની A અને અંડર-19 ટીમો સાથે જોડાયેલા હૃષિકેશ કાનિટકરને મુંબઈમાં 9 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની શ્રેણી પહેલા નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એક અખબારી યાદીમાં BCCIએ જણાવ્યુ કે, “વરિષ્ઠ મહિલા ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રમેશ પોવાર રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ક્રિકેટના વડા VVS લક્ષ્મણ સાથે જોડાશે અને BCCIની પુનઃરચના પ્રક્રિયાના ભાગરૂપે પુરૂષ ક્રિકેટ સાથે કામ કરશે. BCCI વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે ઋષિકેશ કાનિટકરની નિમણૂકની જાહેરાત કરે છે. કાનિટકર ઓસ્ટ્રેલિયા સામે 9 ડિસેમ્બરથી મુંબઈમાં શરૂ થનારી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમ સાથે જોડાશે.
https://twitter.com/BCCI/status/1600055326882992129
રમેશ પોવાર મે 2021 માં બીજી મુદત માટે મહિલા ટીમ સાથે સંકળાયેલા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ટીમ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ સિવાય વધુ કંઈ કરી શકી ન હતી. ભારતીય ટીમ આ વર્ષે ન્યુઝીલેન્ડમાં આયોજિત 50 ઓવરના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી નથી. તેમની નિમણૂક પર પ્રતિક્રિયા આપતા હૃષિકેશ કાનિટકરે જણાવ્યું કે, મને આ ટીમમાં મોટી સંભાવનાઓ દેખાય છે અને અમારી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. હું માનું છું કે આ ટીમ આગળના પડકાર માટે તૈયાર છે. અમારી પાસે ભાગ લેવા માટે કેટલીક મોટી સ્પર્ધાઓ છે અને તે ટીમ માટે અને મારા માટે બેટિંગ કોચ તરીકે રોમાંચક રહેશે.
મહિલા ટીમના કોચિંગના અનુભવ અંગે રમેશ પોવારે જણાવ્યું કે, વર્ષોથી મેં રમતના કેટલાક દિગ્ગજ અને દેશની ઉભરતી પ્રતિભાઓ સાથે નજીકથી કામ કર્યું છે. NCAમાં મારી નવી ભૂમિકામાં હું મારા અનુભવનો ઉપયોગ કરીને ભવિષ્યની પ્રતિભાઓને તૈયાર કરવામાં મદદ કરવાનો પ્રયાસ કરીશ. હું રમત અને બેન્ચ સ્ટ્રેન્થ વિકસાવવા માટે લક્ષ્મણ સાથે મળીને કામ કરવા આતુર છું.
આ પણ વાંચો: Tripple Talaq/જાવેદ અખ્તરના નિવેદનથી વિવાદ, કહ્યું – મહિલાઓને આપો એકથી વધુ પતિ રાખવાનો અધિકાર
