- ઉત્તર ગુજરાતમાં સરેરાશ 62.02 ટકા મતદાન થયું હતું
- બનાસકાંઠામાં સૌથી વધુ 65.65 ટકા અને સૌથી ઓછું ગાંધીનગરમાં 59.14 ટકા મતદાન
- ઉત્તર ગુજરાતમાં 32 બેઠક પર લગભગ 87 લાખ મતદારો
- 2017માં ઉત્તર ગુજરાતમાં ભાજપને 32માંથી 14 અને કોંગ્રેસને 17 બેઠક મળી હતી
Gujarat election 2022માં ભાજપની સ્થિતિ ગયા વખત કરતાં વધારે સારી સ્થિતિમાં છે. ગુજરાતના ચારેય ઝોન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બધામાં ભાજપે સરસાઈ મેળવી છે. ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠક પર ભાજપ આગળ છે, આમ ભાજપે અહીં ગયા વખત કરતાં પોતાની સ્થિતિ સુધારી છે. 2017માં સત્તા મેળવવા નજીક પહોંચી ગયેલી કોંગ્રેસ 2022માં ક્યાંય દેખાતી નથી તે આશ્ચર્યજનક સ્થિતિ છે. આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર ખાઈ ગઈ છે તે હકીકત દેખાઈ રહી છે.
ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ આગળ છે. થરાદમાં શંકર ચૌધરી અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ.વાવ, થરાદ અને દિયોદરમાં ભાજપ આગળ છે. ધાનેરામાં અપક્ષના માવજી દેસાઇ આગળ છે.
મતગણતરી પહેલા જ મહેસાણા મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ થઈ ગઈ હતી
મતગણતરી પહેલાં જ મહેસાણા મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ થઇ ગઇ હતી. તો મોડાસાના GEC મત ગણત્રી કેન્દ્ર પર બિનવારસી બેલેટ પેટી મળી આવી હતી. જોકે, ધ્યાને જતા કર્મચારીએ પેટી ઉઠાવી હતી. ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણીની આજે મતગણતરી યોજાઇ છે. 5મી ડિસેમ્બરે યોજાયેલા મતદાનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાની કુલ 32 બેઠકના કુલ 289 ઉમદેવારોના ભાવિનો આજે ફેસલો થશે. બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ઉત્તર ગુજરાતની 32 બેઠક પર સરેરાશ 62.02 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 65.65 ટકા અને સૌથી ઓછું ગાંધીનગરમાં 59.14 ટકા મતદાન નોંધાયું હતું. 32 બેઠક પર લગભગ 87 લાખ મતદારો નોંધાયા હતા, જેમાંથી 53 લાખ 69 હજાર 726 લોકોએ મતદાન કર્યું હતું. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી. જ્યારે રાજ્યના સત્તાપક્ષ ભાજપને 14 બેઠકો મળી હતી.
2017માં ઉત્તર ગુજરાતની 32 બેઠકમાં કોંગ્રેસને 17 અને ભાજપને 14 બેઠક મળી હતી
2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો પર પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય સેનાના આંદોલનની અસર હતી. તેના કારણે કેટલીક બેઠકો પર ભાજપને નુકસાન થયું હતું. મોટા ભાગે આ બેઠકો મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગરમાં હતી. આ બંને પરિબળોને કારણે ભાજપને ઓછામાં ઓછું આઠ બેઠકોનું નુકસાન થયું હતું. 2017માં કોંગ્રેસ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં વધુ બેઠકો મેળવવામાં સફળ રહી હતી.
બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકોમાંથી પાંચ કૉંગ્રેસ, ત્રણ ભાજપ અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી. પાટણ જિલ્લાની ચાર બેઠકોમાંથી કૉંગ્રેસ પાસે ત્રણ અને ભાજપને એક બેઠક મળી હતી. મહેસાણા જિલ્લાની સાત બેઠકોમાંથી ભાજપને પાંચ અને કૉંગ્રેસને બે બેઠકો મળી હતી. સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકોમાંથી ભાજપને ત્રણ અને કૉંગ્રેસને એક બેઠક મળી શકી હતી. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી કૉંગ્રેસને ત્રણ અને ભાજપને બે બેઠકો મળી હતી. જ્યારે અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપનું ખાતુ પણ નહોતું ખુલ્યું. આમ 6 જિલ્લાઓની કુલ 32 બેઠકોમાંથી કૉંગ્રેસને 17, ભાજપને 14 અને અપક્ષને એક બેઠક મળી હતી.
પાટણ જિલ્લાની ચાર બેઠક પર 45 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. 2017ની ચૂંટણીમાં જિલ્લાની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે એક બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી પાટણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ સૌથી વધારે છે. પાટણમાં એસટી, એસસી અને ઓબીસી સમુદાયની 50 ટકાથી પણ વધુ વસ્તી છે.
આ પણ વાંચોઃ
Gujarat election 2022/મધ્ય ગુજરાતમાં ભાજપ આ વખતે 61માંથી 48 બેઠકો અને કોંગ્રેસ 13 પર આગળ
Election Result/ખેડા જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ 6 માંથી 4 જીતી શકે તેવા સમીકરણ
