Election Result/ ગુજરાતમાં કોંગ્રેસે સ્વીકારી હાર, ભાજપ ઐતિહાસિક 150 બેઠક પર આગળ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્યમાં કોંગ્રેસની હાર સ્વીકારી છે

Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે, ભાજપ 150 બેઠકો પર આગળ નીકળી ગઇ છે, હવે આ મતગણતરીમાં થઇ રહેલા રાઉન્ડ જીતમાં તબદીલ થશે તો ભાજપ ઐતિહાસિક બેઠકો સાથે સત્તા પર બેસશે. ભાજપની ઐતિહાસિક જીત વધી રહી છે, તે જાેતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્યમાં કોંગ્રેસની હાર સ્વીકારી છે.કોંગ્રસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે. શરૂઆતના ટ્રેન્ડ અમારી વિરૂદ્વ ચાલી રહ્યા છે. ભાજપ ગુજરાતમાં ફરીવાર સત્તા પર કાબિજ થઇ રહી છે.

ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સૈાથી વધારે નુકશાન પહોંચાડ્યું છે, ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે આમ આધમી પાર્ટી 12 ટકા  વોટ મેળવી રહી છે અને મતની ટકાવારી વધી શકે તેમ છે. ભાજપને આમ આદમી પાર્ટીથી  ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને નુકશાન પહોચાડ્યું છે. ભાજપ 134 બેઠકો પર આગળ નીકળી છે.

ઉલ્લેખનીય છે કે   1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. આજે આ ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી યોજાશે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.આમ આદમી પાર્ટી કોનું સમીકરણ બગાડશે ટૂંક સમયમાં જ ખબર પડિ જશે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસરઆસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.