રાજકોટમાં એક પ્રેમ પ્રકરણની અંદર માત્ર ચાર વર્ષના માસુમ બાળકની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકની માત સુમિતા અણીયાળીનું બોટાડ જિલ્લાના હરેશ ગ્રાભડિયા નામ યુવક સાથે પ્રેમ હતો.પરંતુ તેવોની વચ્ચે સુમિતાનો 4 વર્ષનો પુત્ર આવતો હતો. સુમિતા અણીયાળી તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગ દરમિયાન રાજકોટના વીંછીયા ગામ થઇ હતી. પ્રેમી હરેશ ગ્રાભડિયાએ બાળકનું અપહરણ કરીને, બોટાદના સૈઈડા ગામના ડેમમાં ફેંકી દીધો હતો.પોલીસએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હેવત છે કે ઓલ ઇઝ ફેર ઇન લવ અને વૉર. લડાઈ અને પ્રેમ વ્યક્તિ પાસે કઈ પણ કરાવે છે, આવી જ ઘટના રાજકોટના વીંછીયામાં બની જ્યાં પ્રેમી અને પ્રેમિકાએ એક થવા માટે એક માસુમ બાળક ની હત્યા કરી અને પ્રેમી હત્યારો બની ગયો. ઘટની શરૂઆત થઈ બોટાદ જિલ્લાના સરવા ગામમાં અને તે પુરી થઈ રાજકોટ જિલ્લાના વીંછીયા ગામના અમરાપુર જ્યાં ઘટના હત્યામાં પરિવત થઈ.
બોટાદ જિલ્લાના સરવા ગામે રહેતી પરિણીતા સુમિતાબેન બુધાભાઈ અણીયાળીયા તેના એકના એક પુત્ર પ્રકાશ (ઉ.વ.4) ને લઈને વિંછીયા તાલુકાના અમરાપુર ગામે તેના નણંદની દીકરીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં લગ્ન પ્રસંગ દરમિયાન બપોરના 3 વાગ્યા આસપાસ તેનો 4 વર્ષનો પુત્ર અચાનક ગુમ થઈ જતા તેની માતા અને તેમના પરિવારજનો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજ સુધીમાં બાળકની કોઈ ભાળ નહી મળતા બાળકની માતા સહિતનાઓ દ્વારા વિંછીયા પોલીસ મથકમાં તેમનો 4 વર્ષનો બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વિંછીયા પોલીસે તાત્કાલિક ગુમ થયેલ બાળકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન પોલીસને તે બાળકનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી વિંછીયા પોલીસે બાળકનું અપહરણ કરનાર હરેશ ભોપાભાઈ ગ્રાભડીયા (રહે-વીરવા,તા.જી.-બોટાદ) ને ગણતરીની કલાકોમાં જ પકડી પાડતા અપહરણ કરનાર શખ્સ પોલીસની સામે પોપટ બની ગયો હતો અને તેણે આખી ઘટનાનું રાજ ખોલો નાખ્યું હતું અને તેણે જ બાળકનું અપહરણ કરી બોટાદના સૈઈડા ગામના ડેમમાં ફેંકી દીધાની કબુલાત આપી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. અને બાળકની હત્યા થઈ હોવા નું સામે આવ્યું હતું.
પોલીસ તપાસ અને પ્રેમીની તપાસમાં સનસનાટી ભરી હકીકત સામે આવી હતી.
હરેશ ભોપાભાઈ ગ્રાભડિયા મૂળ બોટાડ જિલ્લાના વિરવા ગામનો રહેવાસી છે અને વિરવા ગામમાં રહેતી અને પરણિત એવી સુમિતાબેન બુધાભાઈ અણીયાળીયા ના પ્રેમ હતો અને બંને એક બીજાના પ્રેમ માં પાગલ હતા તેવો અવારનવાર મળતા હતા અને બન્ને ને એક થવું હતું જેમાં સુનિતાનો 4 વર્ષનો દીકરો આડખીલી રૂપ બની ચુક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું અને બન્નેના મિલન માં બાધા રૂપ હતો જેને લઈને તેનાથી કેમ છુટકારો મળે તો બંને શાંતિથી સાથે રહી શકે પોતાના મિલન માં બાધા રૂપ આ 4 વર્ષના બાળકનું સુમિતાના પ્રેમી હરેશ અપહરણ કરી અને બોટાદ ના તળાવમાં ફેંકી દે છે અને હત્યા કરી છે.
પોલીસના સંકજા માં આવેલ હરેશ પોપટ બની જઈ ને આખો ઘટના ક્રમ કહે છે અને ભાંડો ફૂટી જાય છે અંધ પ્રેમ માં સુનિતાએ તેના 4 વર્ષના બાળકને ગુમાવ્યો અને હરેશ ને જેલમાં જવાનો વારો આવ્યો પ્રેમ માં અંધ સુનિતાને દીકરો ગુમાવવા સાથે પ્રેમ પણ ગુમાવ્યો જ્યારે હરેશને પ્રેમિકાની જગ્યાએ જેલ મળી.
આ પણ વાંચો:સોમનાથ રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, 157.4 કરોડ રૂપિયાના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
આ પણ વાંચો:વ્યવસાયે એન્જિનિયર છે ભૂપેન્દ્ર પટેલ… જાણો નગરપાલિકા સભ્યથી ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધીની સફર
