શપથવિધિ/ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિઃ પીએમ મોદી હાજર રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ આવી ગયું છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક બહુમતી મેળવી છે. સત્તાવિરોધી લહેરની વાતો વચ્ચે ભાજપે 156 બેઠકો મેળવીને તજજ્ઞોને છક્ક કરી દીધા છે.

Top Stories Gujarat
  • અમિત શાહ, રાજનાથસિંહ સહિતના કેન્દ્રીય નેતાઓ હાજર રહેશે
  • ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની પણ હાજરી રહેશે
  • ભાજપના સ્ટાર પ્રચારકોની પણ મોટાપાયે હાજરી રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ આવી ગયું છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક બહુમતી મેળવી છે. સત્તાવિરોધી લહેરની વાતો વચ્ચે ભાજપે 156 બેઠકો મેળવીને તજજ્ઞોને છક્ક કરી દીધા છે. તેથી ગાંધીનગર ખાતે 15મી વિધાનસભા માટે ભુપેન્દ્ર પટેલ સીએમ તરીકે સુનિશ્ચિત થઈ ગયા છે. આજે સીએમ પટેલના મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર વિધાનસભા પરિસરમાં શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકારનો શપથ ગ્રહણ આજે બપોરે 2 વાગ્યે થશે. આ શપથગ્રહણ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ શપથવિધિ માટે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના સીએમ ગઈકાલે જ આવી ગયા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી આજે અમદાવાદ ખાતે ચાર્ટડ પ્લેનમાં અમદાવાદ પહોચશે.

આ અગાઉ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ એક દિવસ પહેલા જ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદીને મળ્યા હતા. પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ગૃહમંત્રી શાહે પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ગુજરાતની કેબિનેટ અંગે ચર્ચા થઈ હતી અને કેટલાક નામો પણ સામે આવ્યા છે. કેબિનેટમાં લગભગ -22 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ભુપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભા દળના નેતા તરીકે સર્વસમીતીથી પસંદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં પેડલ રિક્ષાવાળા પર બિનજરૂરી લાઠીચાર્જ, જાણો વાયરલ વીડિયોનું સમગ્ર સત્ય

શપથવિધિ/ભાજપના આ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, ફોન કરીને જાણ કરવામાં આવી