અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં શાકભાજીના ઉત્પાદન બાદ ખેડૂતોને બજારમાં શાકભાજીના પોષણ ક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો શાકભાજી મફતના ભાવે વેચવા મજબુર બન્યા છે. ખેડૂતોને વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નહિ નીકળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 5 હજાર કરતા વધુ જમીનમાં ટામેટા , રીંગણ , ફલાવર ,કોબીજ ,વાલોર જેવા જુદા જુદા શાકભાજી પાકોનું વાવેતર કર્યું હતું .સારા ઉત્પાદનની આશા બાદ સારા ભાવની આશા રાખી વાવેતર કરેલા શાકભાજીના પાકનું સારા વાતાવરણને પગલે મબલખ ઉત્પાદન થયું છે જેથી છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજી લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહયા છે . પરંતુ ખેડૂતોને માર્કેટમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો પોતાનો મહામૂલો શાકભાજીનો પાક મફતના ભાવે વેચવા મજબુર બન્યા છે.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 5 હજાર કરતા વધુ જમીનમાં ટામેટા , રીંગણ , ફલાવર ,કોબીજ ,વાલોર જેવા જુદા જુદા શાકભાજી પાકોનું વાવેતર કર્યું હતું .સારા ઉત્પાદનની આશા બાદ સારા ભાવની આશા રાખી વાવેતર કરેલા શાકભાજીના પાકનું સારા વાતાવરણ ને પગલે મબલખ ઉત્પાદન થયું છે જેથી છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજી લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહયા છે. પરંતુ ખેડૂતોને માર્કેટમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો પોતાનો મહામૂલો શકભાજીનો પાક મફતના ભાવે વેચવા મજબુર બન્યા છે. હાલ ખેડૂતોને આ શાકભાજી વેચવા પાછળ વાવેતર માટે કરેલો ખર્ચ પણ નીકળી શકતો નથી જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

બીજી તરફ માર્કેટમાં મોટા પ્રમાણમાં શાકભાજીની અવાક સામે લેવાલી નહિ હોવાના કારણે વેપારીઓ પણ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે શાકભાજી લઇ રહયા છે પણ બજારમાં માલનો ઉપાડ નહિ હોવાના કારણે વેપારીઓને પણ નુકશાન જય રહ્યું હોવાનું વેપારીઓ કહી રહયા છે બજારમાં માંગણી સામે ઉત્પાદન અને માલની અવાક વધુ હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળી શકતા નથી જેથી ખેડૂતો અને હોલસેલ વેપારીઓ પરેશાન છે જ્યારે રિટેલ વેપારીઓ તગડો નફો કમાઈ રહ્યા છે.

બજારમાં હાલ શાકભાજી કોડીના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે સારા ઉત્પાદનની આશા રાખી શાકભાજીનું વાવેતર કરી બેઠેલો જગતનો તાત હાલ સારા ભાવ નહિ મળવાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે બજારમાં હાલ શાકભાજી માં ટામેટા 1 રૂપિયે કિલો , રીંગણ 1 રૂપિયે કિલો , ફલાવર 4 થી 5 રૂપિયે કિલો , કોબીજ 4 રૂપિયે કિલો ,વાલોર માત્ર 7 રૂપિયે કિલો જેવા સામાન્ય ભાવે વેચાઈ રહયા છે મોટા ભાગે બધાજ પ્રકારના શાકભાજી નો ભાવ ઘટી જતા હોલસેલ બજારમાં શાકભાજી હાલ કોળીઓના દામ વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:કોરોનાના જે વેરિયન્ટે ચીનમાં મચાવી તબાહી, તેના ભારતમાં પણ જોવા મળ્યા ત્રણ કેસ
આ પણ વાંચો:આ વિસ્તારની હોસ્પિટલના કબાટમાંથી યુવતીનો મૃતદેહ મળતા મચ્યો હડકંપ, પોલીસે હાથ ધરી તપાસ
આ પણ વાંચો:ચીનમાં કોરોના વિસ્ફોટ ભારતમાં ફફડાટ, જાણો ગુજરાતમાં કેટલા કેસ
