આધુનિક યુગમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.ભાવનગરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા દાડમનો મબલખ પાક મેળવી રહ્યાં છે.કમળેજ, વરતેજ, નારી સહિતના ભાવનગરના ગામડાના ખેડૂતો શિયાળુ પાક સાથે વિવિધ ફળોની પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. કમળેજના ખેડૂત રાજુભાઈ સાંગાએ 10 વિઘામાં 500 જેટલા દાડમો વાવ્યા છે. ફળોની પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો 3 મહિના સુધી ખાસ માવજત કરે છે. દાડમની પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને તેમના પાકનો પણ સારો એવો ભાવ મળી રહ્યો છે.

આજના આધુનિક યુગમાં ખેડૂત પણ હવે મોર્ડન અને પ્રાકૃતિક પધ્ધતિ ખેતી તરફ વળી સરકારની વિવિધ ખેતીની યોજનાઓ થકી ખેતી કરી વધુ પાક સાથે સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ભાવનગરના કમળેજના ખેડૂતો પોતાના ખેતરમાં દાડમની ખેતી કરી ભારે માવજત સાથે મબલક પાક મેળવી રહ્યા છે અને સાથે સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
ભાવનગરના કમળેજ, વરતેજ, નારી સાહિતના ગામન ખેડૂત કે જે વારસાગત પોતાની ખેતીને સાંભળી તો રહ્યા છે. પરંતુ સાથે સાથે આધુનિક ખેતીની પધ્ધતિ અપનાવી શિયાળુ-ઉનાળુ અને ચોમાસું પાકની સાથે-સાથે વિવિધ ફ્રુટની ખેતી કરી લોકો માટે એક ઉદાહરણરૂપ ખેડૂત બની રહ્યા છે. ખેડૂતો તેમના ખેતરમાં દાડમની ઓર્ગેનિક ખેતી કરી અનેક પ્રકારના ફળોનું વાવતેર કરી રહ્યા છે.

કમળેજ ખાતે રહેતા ખેડૂત રાજુભાઈ સાંગા અને ગોપાલભાઈ સાંગા 10 વિધામાં 8 થી 12 ફૂટનો બે વૃક્ષ વચ્ચે ગાળો રાખી 500 જેટલા દાડમના વૃક્ષો વાવી તેનું પ્રાકૃતિક પદ્ધતિ ખેતી સાથે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી મબલક પાક મેળવી રહ્યા છે. આંબે બહાર, હસ્ત બહાર જેવી ત્રણ બહારમાં દાડમના પાક લેવાય છે. ત્યારે હાલ હસ્ત બહારમાં 510 દાડમના વૃક્ષો પર ફળો ઝૂલી રહ્યા છે.
આ ફળોના જયારે ફૂલ બેસે છે ત્યારથી ૩ મહિના સુધી તેની ખાસ માવજત ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે રાજુભાઈએ પણ આ અંગેની ખાસ તકેદારી રાખી તેનું જતન કર્યું છે. અને જેને પરિણામે આજે તમામ દાડમના વૃક્ષો પર 100-100 જેટલા ફાળો આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જયારે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર ખેડૂતોને ખાસ બાગાયતી પાક માટે ખાસ સહાય આપી રહી છે. ત્યારે આ તમામ નો લાભ લઇ ભગવાનભાઈ બાગાયતી ખેતી કરી વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે. જે ખેડૂતોની આવક ડબલ થવાનો ઉત્તમ નમૂનો છે. જેમાં અન્ય પાકો ની સાથે સાથે એક વિધા દીઠ ગોપાલભાઈ દાડમની ખેતી માંથી વાર્ષિક 50000 થી 100000 રૂ. સુધી કમાણી કરી રહ્યા છે.
આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનને જેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં ઘટાડો, 15 દિવસ સુધી કોઈને નહીં મળી શકશે
આ પણ વાંચો: તુનિષા શર્માના મોત પર પોલીસનું નિવેદન, કહ્યું- લવ જેહાદનો કોઈ એંગલ નથી
આ પણ વાંચો:રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દીપડો, ટ્રકની ચપેટમાં આવતા થયું મોત
