russia ukrain war/ ‘અમે આગમાં ઘી હોમી રહ્યા નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનનું મોટું નિવેદન

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે અમે યુક્રેન સંકટને લઈને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યા છીએ.

Top Stories World

રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) યુદ્ધ વચ્ચે ચીને (China) મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે અમે યુક્રેન સંકટને લઈને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ (Neutral) રહ્યા છીએ. ચીન આ સિદ્ધાંત પર આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધની આગમાં ઘી હોમી રહ્યા નથી. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ યુક્રેન-રશિયા યુદ્ધ પર તેમના દેશની સ્થિતિનો બચાવ કર્યો અને સંકેત આપ્યો કે ચીન આગામી વર્ષમાં રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાંગે ચીનની રાજધાની બેઇજિંગમાં (Beijing)એક કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે અમે ચીનને લઈને અમેરિકાની ખોટી નીતિને સખત રીતે નકારી કાઢી છે. વાંગે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધો વણસ્યા તે માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું.

અમેરિકા પર ગુંડાગીરીનો આરોપ લગાવતા વાંગ યીએ કહ્યું કે વેપાર (Business), ટેક્નોલોજી (Technology),  માનવાધિકારો (Humanrights) પર પશ્ચિમી દબાણ છે. યુક્રેન દ્વારા હુમલાની નિંદા કરવા અને રશિયા પર પ્રતિબંધો લાદવામાં અન્ય દેશો સાથે જોડાવવાના ઇનકાર સાથે સંબંધો વધુ બગડ્યા છે.

વાંગ યીએ કહ્યું કે ચીન વ્યૂહાત્મક પરસ્પર વિશ્વાસને વધુ ગાઢ બનાવશે અને રશિયા સાથે સહયોગ કરશે. વાંગ યીએ કહ્યું કે અમેરિકા (USA) ચીનને તેના પ્રથમ પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે, તેથી તે ચીન સામે કડક પગલાં લેવાનું, દમનકારી નીતિ ઘડવાનું અને તેની સામેની જબરદસ્તીને પ્રોત્સાહન આપી રહ્યુ છે.

જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Jinping) ચીની ઉદ્યોગને વધુ આત્મનિર્ભર (Self reliant) બનવા માટે દબાણ કરી રહ્યા છે, વાંગે સ્વીકાર્યું કે અમે અનુભવ કર્યો છે કે ચીન અને યુએસ સપ્લાય ચેન અલગ કરી શકતા નથી.

આ પણ વાંચોઃ

Mock Drill/ ચીનમાં કોરોનાએ ઉછાળો મારતા રાજ્યોને હેલ્થ ફેસિલિટીઝનું મોકડ્રિલ કરવા કેન્દ્રની સૂચના

Viral Video/ કોરોનાથી બચવા ચાઇનીઝ દંપતીએ શોધ્યો અનોખો કીમિયો