Vadodara Mass Suicide Case: વડોદરામાં સામૂહિક આત્મહત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત દર્શનમ ઉપવન સોસાયટીમાં રહેતા પ્રિતેશ મિસ્ત્રી નામના યુવકે પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારજનોમાં અફરા-તફરી મચી ગઈ છે. આ સિવાય ઘરની દિવાલ પર લખવામાં આવ્યું છે કે આ માટે કોઈ જવાબદાર નથી.
જણાવી દઈએ કે પતિ પ્રિતેશ મિસ્ત્રીએ પહેલા પત્ની અને બાદમાં પુત્રનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી હતી. યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આપઘાત કરતા પહેલા પતિ પ્રિતેશ મિસ્ત્રીએ દિવાલ તેમજ મોબાઈલ પર સુસાઈડ નોટ લખી હતી. તેમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનરને વિનંતી છે કે અમારા પરિવારના સભ્યોને ખલેલ પહોંચાડશો નહીં! અમે તે અમારી પોતાની મરજીથી આ પગલું ભર્યું છે. આ પાછળનું કારણ આર્થિક સ્થિતિ છે ઘણું દેવું વધી ગયું છે, હવે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. સ્યુસાઈડ નોટમાં આવી હૃદયદ્રાવક વાત લખવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat/શાંત ગણાતા ગુજરાતમાં ક્રાઇમ કેપિટલ જેવા ભયનો માહોલ, 24 કલાકમાં 10 હત્યા
આ પણ વાંચો: Social Media/ઋષભ પંતને મળવા હોસ્પિટલ આવી ઉર્વશી રૌતેલાની માતા, પોસ્ટ કરીને લખ્યું… ચિંતા ન કરીશ
આ પણ વાંચો: Joshimath/જોશીમઠમાં ભૂસ્ખલનનું કારણ જાણીને થશે આશ્ચર્ય, વૈજ્ઞાનિકે કર્યો ખુલાસો
