PM Modi gave lesson to Youth: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ઝાંખી કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યુવાનોને એક ખાસ બોધપાઠ આપ્યો હતો કે તેમની ઉર્જા દેશના નિર્માણમાં વાપરવી એ દેશના હિતમાં છે. પીએમ મોદીએ કહ્યું કે યુવાનોનો જુસ્સો તેમને દ્રઢ રહેવાની પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે આ દેશના યુવાનો આપણા યુવા દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
Delhi | Prime Minister Narendra Modi interacts with NCC cadets, NSS volunteers and performers who are a part of this year's Republic Day programme. pic.twitter.com/7yPumcM3lM
— ANI (@ANI) January 25, 2023
યુવાનો સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં મને યુવાનોને મળવાનો મોકો મળ્યો. યુવાનો સાથેનો સંવાદ મારા માટે 2 કારણોસર મહત્વપૂર્ણ છે, એક કારણ કે યુવાનોમાં ઊર્જા, તાજગી, જુસ્સો અને નવીનતા હોય છે. યુવાની દ્વારા મળેલી તમામ સકારાત્મકતા મને સતત પ્રેરણા આપે છે. બીજું કારણ ગણાવતાં તેમણે કહ્યું કે યુવાનો દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી વધુ લાભાર્થીઓ પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભા પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની યુવા પેઢી દેશની જવાબદારીઓ માટે તૈયાર છે અને પોતાની જવાબદારી નિભાવવા તૈયાર છે. NCC અને NSS એ એવી સંસ્થાઓ છે જે યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો અને ચિંતાઓ સાથે જોડે છે. કોરોના સમયગાળા દરમિયાન NCC અને NSSના સ્વયંસેવકોએ દેશની ક્ષમતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: Virat Hindu Sammelan/સારસાપુરી..સાર્ધ દ્ધિશતાબ્દી મહોત્સવ.. વિરાટ હિન્દૂ સંમેલન અને ઘણું બધુ.. જાણો
આ પણ વાંચો: ગુજરાત/13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં ગરિમાપૂર્ણ ઉજવણી
આ પણ વાંચો: જામનગર/પાલિકાના ઢોર ડબ્બામાં ગૌવંશના મોતને લઈ ગરમાયું રાજકારણ, વિપક્ષે કર્યા આક્ષેપો
