Mahindra supported Adani: અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પરેશાન ગૌતમ અદાણીને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનો ટેકો મળ્યો છે. આનંદ મહિન્દ્રાએ કોઈનું નામ લીધા વગર વિદેશી મીડિયા પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે ભારત સામે ક્યારેય સટ્ટો ન લગાવવાની સલાહ આપવામાં આવી છે.
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, વૈશ્વિક મીડિયા અનુમાન લગાવી રહ્યું છે કે શું વેપાર ક્ષેત્રના વર્તમાન પડકારો વૈશ્વિક આર્થિક શક્તિ બનવાની ભારતની મહત્વાકાંક્ષાઓને નિષ્ફળ બનાવશે. મેં ઘણી વખત ભૂકંપ, દુષ્કાળ, મંદી, યુદ્ધો અને આતંકવાદી હુમલા જોયા છે. હું એટલું જ કહીશ કે ભારત સામે ક્યારેય દાવ લગાવવો નહીં.
Global media is speculating whether current challenges in the business sector will trip India’s ambitions to be a global economic force. I’ve lived long enough to see us face earthquakes, droughts, recessions, wars, terror attacks. All I will say is: never, ever bet against India
— anand mahindra (@anandmahindra) February 4, 2023
આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી ગ્રુપ મુશ્કેલીમાં છે. ગ્રુપ કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. જેના કારણે ગ્રૂપ કંપનીઓના 108 બિલિયન ડોલરનો નાશ થયો છે. તો ગૌતમ અદાણી પણ વિશ્વના ટોચના 20 સૌથી અમીર અબજોપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ દરમિયાન, સરકારથી લઈને સેબી સુધી અદાણી ગ્રુપનું મોનિટરિંગ વધ્યું છે. જોકે, કેટલીક રેટિંગ એજન્સીઓ અને ગ્રૂપમાં હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓનો વિશ્વાસ ગૌતમ અદાણી ગ્રુપ પર અકબંધ છે.
આ પણ વાંચો: Video/બિલ ગેટ્સે બનાવી રોટલી, વાયરલ વીડિયો જોયા બાદ પીએમ મોદીએ આપી સલાહ- ક્યારેક બાજરો પણ ટ્રાય કરો
આ પણ વાંચો: World Cancer Day/વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?
આ પણ વાંચો: દિલ્હી/IB ડિરેક્ટરના ઘરમાં CRPFના જવાને પોતાને મારી ગોળી, રજા માણીને પરત ફર્યા હતા ડ્યૂટી પર
